• Gujarati News
  • બોગસ ઓર્ડર કૌભાંડ: તપાસ શરૂ

બોગસ ઓર્ડર કૌભાંડ: તપાસ શરૂ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉચ્ચ શિક્ષણ વિભાગે બે વ્યાખ્યાતાની નિમÒંક કરતાં બોગસ ઓર્ડર કર્યા હોવાના‘દિવ્ય ભાસ્કર’નાં અહેવાલ બાદ શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી છે. ઉચ્ચ કક્ષાએથી તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. બીજી બાજું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાવાહકોએ પણ બન્ને વ્યાખ્યાતાઓનું તમામ રેકર્ડ એકત્રિત કરવાના આદેશ કરી દીધા છે. તપાસના અંતે અલગ જ પ્રકારની વિગતો બહાર આવે તેવી સંભાવનાં ટોચનાં શિક્ષણવિદ્રોએ વ્યક્ત કરી છે.
રાજકોટની સદ્ગુરુ મહિલા હોમ સાયન્સ એન્ડ એમ.જે.કુંડલિયા ઇંગ્લીશ મીડિયમ મહિલા કોલેજમાં ફરજ બતાવતા જયોતિન્દ્ર જાની અને પોરબંદરની એમ.ડી.સાયન્સ કોલેજમાં અધ્યાપક દિલીપ ત્રાંબડિયાની બિન સરકારી અનુદાનપાત્ર કોલેજમાં કોઇપણ પ્રકારની કાર્યવાહી વિના સીધી જ નિમÒંક આપી દેવાયા અંગેનો અહેવાલ ‘દિવ્ય ભાસ્કરે’પ્રકાશિત કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા શૈક્ષણિક જગતમાં ખળભળાટ મચી ગયો હતો.
આ પ્રકરણે બુધવાર સવારથી ગરમાગરમ ચર્ચાઓ શરૂ થઇ છે. ઉચ્ચ શિક્ષણ વિભાગને પણ આ બાબતથી વાકેફ કરવામાં આવ્યું છે. ખાનગી કોલેજમાં વ્યાખ્યાતાઓની ખોટી રીતે નિમÒંક કરાયા બાદ બન્ને અધ્યાપકોએ છ-છ વર્ષ સુધી ગ્રાંટ ઇન એઇડ કોલેજમાં ફરજ બજાવી છે અને હાલ ફરજ બજાવી પણ રહ્યા છે.
કુલપતિ ડો.મહેન્દ્ર પાડલિયાએ કહ્યું હતું કે અખબારોમાં અહેવાલ વાંચ્યા બાદ બન્ને વ્યાખ્યાતાઓના તમામ રેકર્ડ એકત્રિત કરવાની સૂચના આપી દીધી છે. સંભવત : ગાંધીનગરથી તપાસ આવે તો તમામ દસ્તાવેજી પુરાવાઓ આપી શકાય.