• Gujarati News
  • શિવ પુત્રની ભિકત ચરમસીમાએ...

શિવ પુત્રની ભિકત ચરમસીમાએ...

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટી કાશી જામનગર ઠેર ઠેર ગણેશોત્સવના પગલે ગણપતિમય બન્યુ છે અને વિવિધ સ્થળે અન્નકુટ દર્શન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાઇ રહયા છેે જેમાં શહેરના નિલકમલ સોસાયટી પાસે બીલનાથ મિત્ર મંડળ આયોજીત ગણેશોત્સવમાં દુંદાળા દેવ ભગવાન ગણેશજીને ૫૫૧ કિલોનો મોદક ધરવામાં આવ્યો હતો.
ખંભાિળયામાં ગણેશજીને ૫૬ ભોગ
ખંભાિળયાના મહત્વના રહેણાંક વિસ્તાર નાગરપાડા ખાતે સિિધ્ધ વિનાયક મિત્ર મંડળ દ્વારા ગણપતિ સ્થાપનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ સ્થળે સત્યનારાયણની કથા, શ્રીનાથજીની ઝાંખી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો ધામધૂમપૂર્વક યોજાયા હતાં. આ પ્રસંગે દુંદાળા દેવને અન્નકોટના દર્શન તથા હંમેશા આરતી-પુજનમાં વિશાળ સંખ્યામાં ભકતજનો જોડાયા હતાં. ગુરૂવારે આ ગણપતિને અહીંના પોરબંદર રોડ પર આવેલા સુપ્રસિધ્ધ બાલનાથ મહાદેવ મંદિર ખાતેની નદીમાં ધામધૂમપૂર્વક વિસર્જીત કરવામાં આવશે. ગણેશ ઉત્સવના અંતિમ દિવસોમાં ખંભાિળયામાં ગણેશ ભકિત ચરમ સીમાએ પહોચી છે.
ઓખાના દરિયા કિનારે આવેલા સિિધ્ધ વિનાયક ગણપતિ સમંદરકા રાજા તરીકે પ્રખ્યાત છે. આ મંદિર જિલ્લાનું સૌથી મોટું મંદિર ગણાય છે. ગણેશોત્સવ દરમિયાન અહીં ખારવા સમાજ અને સાગરખેડૂતો દ્વારા ગણેશજીને નાૈકાવિહારની ઝાંખીનું આયોજન કરવામાં આવ્યું છે. જેના દર્શન માટે શ્રધ્ધાળુઓની મોટી ભીડ ઉમટી રહી છે.
જામનગરમાં ભોયવાડામાં આવેલા રંગીલા ગ્રુપના સાર્વજનિક ગણેશ ઉત્સવ પંડાલમાં પાર્વતી પુત્રને ૧૦૮ દપિકની જાજવલ્યમાન મહાઆરતી કરવામાં આવી હતી. જેના દર્શન માટે શહેરભરમાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતાં, આરતી બાદ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.