• Gujarati News
  • કાંણીયોલ ગામે પંચાયતની નિષ્કાળજીથી વોટરવર્કસ ટાંકીમાંથી પાણીનો વ્યય

કાંણીયોલ ગામે પંચાયતની નિષ્કાળજીથી વોટરવર્કસ ટાંકીમાંથી પાણીનો વ્યય

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.હિઁમતનગર
હિઁમતનગર તાલુકાના કાંણિયોલ ગામે પંચાયતની નિષ્કાળજીના પરિણામે વોટરવર્કસ ટાંકીનું પાણી સતત લીકેજ થઇ રસ્તાઓ પર ઝરણાની જેમ વહેતા રોડ તૂટી જવા પામ્યા છે.
આ અંગે કાંણિયોલ ગામના વિનુભાઇ ડાહ્યાભાઇ પટેલે આરોગ્ય લક્ષી બાબતે ધ્યાન લેતા જણાવે છે કે ગામની પાણીની ટાંકીથી જે પાણી છોડાય છે તેનાથી લીકેજ થતા આ પાણી રસ્તા પર વેડફાય છે. પાણીના લીધે રોડ તૂટી ગયા છે. ગ્રામપંચાયતના સરપંચ તેમજ સભ્યોનું ધ્યાન દોરેલ છે. તેઓ નજરે નહિાળે છે. પરંતુ કોઇ આયોજન હાથ ધરાયુ નથી. રસ્તા ઉપર પાણી અને કચરો ભેગો થતા ગંદકીનો ઉપદ્રવ થયો છે. જેનાથી બદબૂ અને આરોગ્યને હાનહિારક સ્થિતિ સર્જાઇ છે. બસ સ્ટેન્ડથી સરપંચના મકાન આગળ અને ડેરીથી ગામના મુખ્ય માર્ગ તરફનો રોડ વહેતા પાણીથી તૂટી ગયો છે.