• Gujarati News
  • થાનની ઘટનાના વિરોધમાં ધરણાં સૂત્રોચ્ચાર

થાનની ઘટનાના વિરોધમાં ધરણાં-સૂત્રોચ્ચાર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર
સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં બનેલી ઘટનો વિરોધ કરવા માટે આજે ગાંધીનગર જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સૂત્રોચાર સાશે ધરણા કરવામાં આવ્યા હતાં. તે પછી જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી આડેધડ ગોળીબાર કરનાર જવાબદાર પીએસઆઇ સામે એકટ્રોસિટીનો ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરવા માગણી કરવામાં આવી હતી.
ગાંધીનગરનાં ઘ-૩ સર્કલ ઉપર સત્યાહગ્રહ છાવણી ખાતે જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આજે બપોરે ૧થી ૩ વાગ્યા સુધી થાનગઢની ઘટનાનો વિરોધ પ્રદિર્શત કરવા આંદોલનાત્મક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અનુસૂચિત જાતિ મોરચાના ચેરમેન રમેશચંદ્ર પરમાર, જિલ્લા મહિલા કોગ્રેસનાં લઘુમતી સેલનાં અગ્રણી સહેનાઝબાનુ રાઠોડ, અનુસૂચિત જાતિ મહિલા મોરચાનાં ચેરમેન વિમલા આસોડિયા સ્હત જિલ્લા ભરમાંથી ૫૦૦ જેટલા આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યાં હતાં. તેમણે બપોરે ૧થી ૩ સુધી ધરણા યોજયા હતાં અને સૂત્રોચ્ચાર કરી થાનગઢની ઘટનાનો વિરોધ પ્રિર્શત કર્યો હતો અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ગાંધીનગર જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના ચેરમેન રમેશચંદ્ર પરમારે કલેકટરે આપેલા આવેદનપત્રમાં એવી માગણી કરવામાં આવી છે કે તા. ૨૧ અને ૨૩ સપ્ટેમ્બરના રોજ થાન ખાતે આડેધડ ગોળીબાર કરી ૩ દલિત યુવાનોનાં મોતનું કારણ બનેલા જવાબદાર પીએસઆઇ કે.પી જાડેજા સામે ૩૦૨ અને એકટ્રોસિટીની કલમ હેઠળ ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરવામાં આવે. તેમજ આ બનાવની સીબીઆઇને તપાસ સોપવા તેમજ મૃતક યુવાનોના પરિવારને નિયમ પ્રમાણે સરકારી સહાય સાથે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂપિયા ૧૦ લાખનું વળતર આપવા પણ માગણી કરવામાં આવી છે.

ગૃહમંત્રીએ હજુ થાનની મુલાકાત લીધી નથી
દલિતોનું રક્ષણ ન કરી શકનારા જિલ્લા ડીએસપી ફરજ ચૂકયા હોઇ તેમને સસ્પેન્ડ કરવાની માગણી સાથે આવેદનપત્રમાં જણાવાયું છે કે થાનમાં મોટો હત્યાકાંડ બની ગયો હોવા છતાં રાજ્યનાં ગૃહ મંત્રીએ દલિત સમાજ પ્રત્યે લાગણી દર્શાવી નથી. તેમજ હજુ સુધી તેમણે થાનની મુલાકાત લીધી નથી.

ગાંધીનગરમાં ઘ-૩ સર્કલ ખાતે જિલ્લા કોંગ્રેસનાં અનુસૂચિત જાતિ મોરચા દ્વારા થાનગઢની ઘટના સામે વિરોધ પ્રદિર્શત કરવા માટે ધરણા અને