કીચડમાં રમતોત્સવ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાંદેરમાં એક ટ્રસ્ટની માલિકીના ગ્રાઉન્ડ પર હાલ જિલ્લા રમત-ગમત આયોજિત શાળાકિય રમતોત્સવ ચાલી રહ્યો છે. જમૈકાના દોડવીર યુસૈન બોલ્ટ જેવા રનર આપણે ત્યાં તૈયાર થાય એવી ગુલબાંગો તો વર્ષોથી હાંકવામાં આવે છે પરંતુ આવા રમતવીર પેદા થાય એવી માળખાગત સુવિધા ઊભી કરવા બાબતે ગંભીર દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે. જિલ્લાના શાળાકિય રમતોત્સવમાં માળખાકિય સુવિધાઓને કેવી રીતે ધજાગરા ઉડાવી શકાય એનો તાર્દશ્ય નમૂનો જોવા મળ્યો હતો. ચાર દિવસની આ ટુનૉમેન્ટના બુધવારે ત્રીજા દિવસે એથ્લેટિકસનું આયોજન હતું, જેમાં દોડવીરોને કીચડથી ખદબદતા ટ્રેક પર દોડાવવામાં આવ્યા હતા. રમત-ગમત વિભાગના ઉચ્ચ અધિકારીઓએ પણ ગ્રાઉન્ડ પર રાઉન્ડ માર્યો હતો, પરંતુ તેમણે ઊગતા ખેલાડીઓની હાલત પર જરાય દયા આવી ન હતી. વરસાદ પડે તો સૂકી માટી મંગાવીને ગ્રાઉન્ડ રપિેર કરાવવાની તસ્દી પણ જિલ્લા રમત-ગમત કચેરીએ લીધી નથી. ટુનૉમેન્ટ જેના ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે તે ટ્રસ્ટ હંમેશા રમત-ગમત માટે પોતાનું ગ્રાઉન્ડ વિનામુલ્યે રમતપ્રેમીઓ અને જે તે સરકારી રમત-ગમત વિભાગને આપતું આવ્યું છે, ટુનૉમેન્ટ પહેલાં ટ્^સ્ટે ગ્રાઉન્ડની સફાઈ અને ઘાસનું કટિંગ પણ સ્વખર્ચે કરાવ્યું હતું, પરંતુ સરકારી અધિકારીઓ ખેલ ઉત્સવ યોજતા પહેલાં ગ્રાઉન્ડને થોડું ઘણું પણ સરખો કરવાની દરકાર લીધી નથી.
દર વર્ષે જિલ્લા રમત-ગમત વિભાગ દ્વારા ટેલેન્ટેડ ખેલાડીઓને શોધી કાઢવા માટે શાળાકિય અથ્લેટિકસ મીટનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં જિલ્લા અને શહેરની સંખ્યાબંધ શાળાઓના વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે. આ વખતે ૨૫૦ શાળાના ૫૦૦૦ વિદ્યાર્થીઓએ વિવિધ ઇવેન્ટમાં ભાગ લીધો છે. ચાર દિવસ ચાલનારી આ અથ્લેટિ્કસ મિટ્સ ગ્રામ્ય ઉપરાંત અંડર-૧૪, અંડર-૧૭ અને અંડર-૧૯ એમ ચાર ભાગમાં વહેંચવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે એથ્લેટિ્કસમાં હાલ ૧૦૦ મિટર, ૪૦૦ મિટર અને ૮૦૦ મિટર ઉપરાંત લાંબી કૂદ, ઊંચી કૂદ, ગોળા ફેંક, બરછી ફેંક જેવી રમતો રમાડવામાં આવે છે આ રમતોમાં બેલેન્સ મહત્વનો ભાગ ભજવે છે. ચીકણાં ગ્રાઉન્ડ પર બેલેન્સ રાખવું કોઈ ચમત્કારથી કમ નથી.
ફેકટ ફાઈલ
જિલ્લા કક્ષાની શાળાકીય સ્પધૉ
૦૫
રમત
૨૫૦
સ્કૂલ
૫૦૦૦
વિદ્યાર્થીઓ
૦૪
દિવસ
આને કહેવાય હદ...
રાત્રે પડેલા વરસાદ બાદ જે ટ્રેક ભીનો હતો તેના પર જ અધિકારીઓએ પસંદગી ઉતારી ને...
ચાર દિવસ ચાલનારી આ ટુનૉમેન્ટનો બુધવારે ત્રીજો દિવસ હતો. જેમાં અન્ડર-૧૭ના બોયઝ અને ગલ્ર્સ ગ્રુપમાં ઊગતા એથ્લેકિટસ ખેલાડીઓએ ભાગ લીધો હતો. સવારથી ખેલાડીઓ આ ગ્રાઉન્ડ પર ભેગા થઈ ગયા હતાં, જિલ્લા રમત-ગમતના ઉચ્ચ અધિકારીઓએ પણ ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી, રાત્રે પડેલાં વરસાદી ઝાપટાંના લીધે મેદાનનો એક ભાગ વધુ પડતો ભીનો હતો અને અધિકારીઓએ આ જ જગ્યા રનિંગ ટ્રેક માટે પસંદ કરી લીધી હતી. ૧૦૦ મીટર દોડી શકાય એટલી જગ્યા મેદાનના બીજા ગ્રાઉન્ડમાં પણ ઊભી કરી શકાય એટલું મોટંસતત્ુ અને ભવ્ય ગ્રાઉન્ડ હોવા છતાં રમતવીરો પરના જોખમની પરવા કર્યા વગર જ અધિકારીઓએ અહીં દોડ શરૂ કરાવી દીધી હતી.
એક ખેલાડી ઈજાગ્રસ્ત થતાં બીજા યોગ્ય રીતે પરફોર્મ ન કરી શકયા
અધિકારીઓએ કરેલું અક્કલનું પ્રદર્શન એક વિદ્યાર્થી માટે ભારે પડયું હતું, આ ખેલાડી કીચડથી ખદબદતા ટ્રેક પર જ લપસી પડતા તેને તાબડતોબ નજીકની હોસ્પિટલમાં લઈ જવો પડયો હતો. તેને પગના ભાગે ઈજા પહોંચી હતી. આ ઘટના બન્યા બાદ પણ રમત-ગમતના અધિકારીઓએ આ જગ્યા પર દોડની ઇવેન્ટ ચાલુ રાખી હતી. સ્વભાવિક પણ એક ખેલાડીને લપસતો જોઈ બીજા ખેલાડીઓ ગભરાઈ ગયા હતા. જેના લીધે એકેય ખેલાડી આ ટ્રેક પર પોતાની ક્ષમતા અનુસાર દોડયો નહતો.
સીધી
વાત
વિરેન્દ્ર પટેલ
જિલ્લા રમત-ગમત અધિકારી
શું કરીએ શિડયુલ્ડ ટાઈટ છે
એથ્લેટિ્કસ મીટ્સની અનેક ફરિયાદો ઉઠી છે?
કઈ ફરિયાદો.
કીચડમાં ખેલાડીઓએ દોડવુ પડે છે?
શું કરીએ અમારું શીડયુલ્ડ ટાઈટ છે એટલે આ એથ્લેટિ્કસ મિટ્સ અમે પાછળ ન ઠેેલવી શકીએ.
એ વરસાદમાં પણ રમાડવાનું?
બીજો કોઈ વિકલ્પ જ ક્યાં છે.
કોઈને વાગી જાય તો?
આપણે કુદરતી આપત્તિઓ સામે લડવું જ પડેને.
ટુનૉમેન્ટ પુરી કરવાની આટલી બધી ઉતાવળ કેમ?
હવે રાજ્યકક્ષાની ટુનૉમેન્ટ આવશે, પછી ઇલેકશન અને પછી ખેલમહાકુંભ સમય જ ક્યાં છે.
પરીક્ષા પહેલાં રમત
સામાન્ય રીતે પરીક્ષા પછી દર વર્ષે આ એથ્લેટિ્કસ મીટ્સનું આયોજન કરાતું હોય છે, પરંતુ ચર્ચા એવી છે કે આ વખતે ઇલેકશનનો માહોલ હોવાથી અધિકારીઓને કદાચ આ જ કારણોસર એથ્લેટિકસ મીટ્સ વરસાદી મહોલમાં યોજી દેવામાં આવી. સૂત્રો તો ત્યાં સુધી કહે છે કે મંગળવારે તો ચાલુ વરસાદમાં આ મીટ્સ ચાલુ રાખવામાં આવી હતી, બુધવારે ગ્રાઉન્ડની હાલત બગડતાં અનેક ખેલાડીઓ લપસ્યા હતા. ગયા વર્ષે પણ એથ્લેટિ્કસ મિટ્સ બાદ ત્રીજા જ દિવસથી પરીક્ષા ચાલુ થતી હતી.
કીચડથી લથપથ મેદાનમાં ખેલાડીઓ કેવી રીતે યોગ્ય દેખાવ કરી શકે?
ખેલાડીનું આંકલન રમત પરના તેના કૌશલ્ય પરથી આંકવામાં આવે છે અને ખાસ કરીને જ્યારે સિલેકશન ચાલતુ હોય ત્યારે તો ગ્રાઉન્ડમાં ખેલાડીએ કરેલું પ્રદર્શન જ બોલે છે. રનિંગ ટ્રેક એક જગ્યાએ કાદવથી ખીચોખીચો હોય ત્યાં ખેલાડી કંઈ રીતે પોતાનું શ્રેષ્ઠ કૌશલ્ય બતાવી શકે? ડીબી ગોલ્ડની હાજરીમાં ખેલાડીઓ ૧૦૦ મીટરની દોડ ગભરાતા-ગભરાતા દોડતા હતા, કેમકે એક ખેલાડીને કીચડમાં લપસતો જોયા બાકીના ખેલાડીઓ પણ કાદવમાં સ્લીપ થવાથી ડરતાં હતા. ઉલ્લેખનીય છે કે આ ટુનૉમેન્ટના દ્વારા રાજ્ય કક્ષાએ રમનારા ખેલાડીઓની યાદી તૈયાર થાય છે. જે ખેલાડી જે ઇવેન્ટમાં પ્રથમ ક્રમે રહે તેનું સિલેકશન રાજ્ય કક્ષાની રમતો માટે થાય છે.
જવાબદારી નથી લેવી ?
ડીબી ગોલ્ડે જિલ્લા રમત-ગમત અધિકારી સાથે સીધી વાત કરતાં જે જવાબો મળ્યાં તે આશ્ર્વર્યજનક હતાં. જવાબદારી લેવાના બદલે માત્ર હાથ ઊંચા કરી દેવાની વાત સાંભળવા મળી.
ચર્ચાના ચકડોળે
છેલ્લાં ત્રણ દિવસથી જિલ્લા કક્ષાના શાળાકિય રમતોત્સવના ખેલાડીઓ કાદવ-કીચડથી ભરેલાં મેદાન પર રમી રહ્યાં છે જેના કારણે તેમના પરફોgમન્સ પર ખાસ્સી અસર પડી છે તેના માટેની જવાબદારી કોણ લેશે ? કૌવત દેખાડી શકે તેવા ખેલાડીઓને શું આપણી સરકાર આવા મેદાનો પૂરાં પાડશે ? ટુંકમાં પાયાની સુવિધા આપ્યા બાદ ખેલ મહાકુંભના ગતકડાં થવા જોઇએ.