• Gujarati News
  • શાળાનું દિવાળી વેકેશન ૪ દિવસ મોડું શરૂ થવાની શકયતા

શાળાનું દિવાળી વેકેશન ૪ દિવસ મોડું શરૂ થવાની શકયતા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
: મંગળવારે ગુજરાત બોર્ડની કારોબારીની બેઠકમાં ૧૦ નવે.સુધી સેમેસ્ટર એકઝામ હોવાથી ૮ નવેમ્બરથી શરૂ થતું દિવાળી વેકેશન પાછું ઠેલવા ચર્ચા થઈ હતી.
‘દિવાળી વેકેશન ૧૨ નવે.થી શરૂ થાય તેવી પુરેપુરી શકયતાઓ રહેલી છે.’ તેમ બોર્ડના સભ્ય રાજેશભાઈ દેસાઇએ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ૧૧ સાયન્સની કોમ્પ્યુટરની પરીક્ષા અંગે ઓનલાઇન બધાને જાણ કરાઇ હતી. તેમ છતાં તે અંગેની ઘણી ઇંકવાઇરી રહેતા આ અંગેનો નિર્ણય ફરીથી જાહેર કર્યો છે. જેમાં ૨૫ ઓકટોબર પહેલા શાળાઓએ કોમ્પ્યુટરની પરીક્ષાઓ લઇ અને તેના માર્ક બોર્ડને સબમીટ કરવા તેમ જણાવાયું છે.