• Gujarati News
  • લીલિયામાં અઢી ઈંચ, ઊના વિસ્તારમાં એકથી બે ઈંચ વરસાદ

લીલિયામાં અઢી ઈંચ, ઊના વિસ્તારમાં એકથી બે ઈંચ વરસાદ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્રમાં આજે છુટો છવાયો વરસાદ ચાલુ રહ્યો હતો. અમરેલીના લીલિયામાં અઢી ઈંચ તથા ઊના વિસ્તારમાં એકથી બે ઈંચ વરસાદ પડ્યાના અહેવાલ છે. જ્યારે આજે રાજુલામાં એક ઇંચ વરસાદ પડયો હતો. અને રાજુલાના ધારેશ્ર્વરમાં બે ઇંચ વરસાદ ખાબકયો હતો.
લીલીયાના ગ્રામ્ય વિસ્તારમાં ગુંદરણ, ઢાંગલા અને એકલારા ગામમાં સતત દોઢ કલાક સુધી વરસાદ વરસતા અઢી ઇંચ પાણી પડી ગયુ હતુ. જેને પગલે નદીનાળા પણ વહેવા લાગ્યા હતા. નાના લીલીયા, ક્રાંકચ તથા આસપાસના ગામોમાં એક ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જેને લીધે મોલાતને ખુબ જ ફાયદો થશે. બીજી તરફ રાત્રે લીલીયામાં માત્ર ઝાપટુ વરસ્યુ હતુ.
આ ઉપરાંત રાજુલા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસતા શહેરમાં એક ઇંચ વરસાદ પડી ગયો હતો. રાજુલા ઉપરાંત ધારેશ્ર્વર, વડ, ઉચૈયા, લોઠપુર, કોવાયા વગિેરે ગામોમાં પણ એકથી બે ઇંચ વરસાદ પડી ગયો હતો.
અમરેલીના ધારીમાં સાંજે જોરદાર ઝાપટું પડયું હતું. જ્યારે ખાંભા, રાયડી, ભાવરડી, પાટી વગેરે વિસ્તારમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.