• Gujarati News
  • ભાટિયામાં વોંકળામાં ૪ બાળકો ડૂબ્યા

ભાટિયામાં વોંકળામાં ૪ બાળકો ડૂબ્યા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વંથલીનાં ભાટીયા ગામ પાસે આજે બપોરનાં સુમારે એક વોંકળામાં ચાર બાળકો ડૂબીને મોતને ભેટતા હાહાકાર મચી ગયો છે. વોંકળામાં ડૂબતી બાળકીને બચાવવામાં આ éદયદ્રાવક દુર્ઘટના સર્જાઇ હતી. ચાર માસુમનાં મોતથી ભરવાડ પરિવાર આઘાતમાં હતપ્રભ બની ગયો હતો.
આ éદયદ્રાવક ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ વંથલી તાલુકાનાં ભાટીયા ગામે સો વારીયા પ્લોટ વિસ્તારમાં રહેતા ભરવાડ પરિવારનાં ચાર બાળકો આજે બપોરનાં સુમારે નવાગામ રોડ નજીકનાં વિસ્તારમાં રમવા ગયા હતા. અહીયા આ બાળકો રમતમાં પણ મશગૂલ બન્યા હતા. દરમિયાન બપોરનાં બે વાગ્યાની આસપાસ એક બાળકી નજીકમાં આવેલા વોંકળામાં ન્હાવા પડેલ અને ઉંડા પાણીમાં ડૂબવા લાગતા તેને બચાવવા ગયેલ ત્રણ બાળકો પણ ઉંડા પાણીમાં ગરક બની ગયા હતા. આ દુર્ઘટનામાં પૂનમ કાળુભાઇ ભરવાડ (ઉ.વ.૫), દિવ્યા પરબતભાઇ ભરવાડ (ઉ.વ.૪), દયા પરબતભાઇ ભરવાડ (ઉ.વ.૫) અને કશિન પરબતભાઇ ભરવાડ (ઉ.વ.૧૦) નામનાં બાળકો વોંકળામાં ડૂબી જતા મોતને ભેટી ગયા હતા. આ બાળકો બપોર સુધી ઘરે ન આવતા પરિવારજનો અને ગ્રામજનો તેની શોધખોળ કરી રહ્યા હતા. દરમિયાન આ બનાવની જાણ થતા ગામ લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમજ ૧૦૮ને પણ જાણ કરાતા સ્ટાફ વાન સાથે ઘટના સ્થળે પહોંચી ગયો હતો. વોંકળામાં ડૂબીને મોતને ભેટેલા બાળકોનાં મૃતદેહો બહાર કાઢવામાં આવતા શોકનું મોજુ પ્રસરી ગયું હતુ. આ ચારેય મૃત બાળકોને પીએમ માટે જૂનાગઢ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. માસૂમનાં મૃતદેહોને ગામ લોકો હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા.