• Gujarati News
  • મોડી રાત્રે ચોરી કરીને ભાગતા તસ્કરોની કારને અકસ્માત

મોડી રાત્રે ચોરી કરીને ભાગતા તસ્કરોની કારને અકસ્માત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાંદેર રોડ પર ચોરી કરતાં ભાગંતા બે ચોરોની મારૂતિ ફ્રન્ટી રોડ ડીવાઇડર સાથે ભટકાઇ હતી.મારૂતિ ફ્રન્ટીમાં બેસેલા બે ચોર ગંભીર રીતે ઘવાયા હતાં. સહજ સુપર સ્ટોર્સ પાસે આ બે ચોરો દ્વારા ટાટા ટેમ્પોમાંથી બેટરી કાઢી લેવાઇ હતી. સહજ સુપર સ્ટોર્સ, ગંગેશ્ર્વર મહાદેવ મંદિર પાસે આવેલા પવિત્રા રો હાઉસ પાસે રાત્રિના સાડા અગિયાર વાગ્યે બે ચોરો દ્વારા ટાટા-૪૦૭ ટેમ્પામાંથી બેટરી કાઢી લેવામાં આવી હતી. આ ચોરી કરતાં પાસેજ ગણપતિના મંડપમાં બેસેલા યુવાનો જોઇ ગયા હતાં.
દરમિયાન આ બે ચોરો દ્વારા બેટરીને મારૂતિ ફ્રન્ટીમાં મૂકીને કારને પૂરપાટ હંકારી કાઢી હતી. આ કારની પાછળ યુવાનો દ્વારા પણ બાઇક લઇને પીછો કરવામાં આવ્યો હતો. હેબતાયેલા બે ચોરો મારૂતિ પરથી તેમનો કંટ્રોલ ગુમાવી દીધો હતો. આ કાર તે રાંદેર રોડ પાસે રોડ ડિવાઇડર સાથે અથડાઇ હતી. કારમાં બેસેલા આ બે ચોરો ઇજાગ્રસ્ત થતાં તેમને સિવિલ હોસ્ટિલમાં રાંદેર પોલીસ દ્વારા રાત્રિના સાડા બાર વાગ્યે ભર્તી કરવામાં આવ્યા હતાં. આ મામલે મોડી રાત્રે પોલીસે કેસ કાર્યવાહી શરૂ કરી હોવાની વગિત જાણવા મળી છે.