• Gujarati News
  • લંપટ આચાર્ય પ્રકરણ : ત્રણ ઉપવાસીની તબિયત લથડી

લંપટ આચાર્ય પ્રકરણ : ત્રણ ઉપવાસીની તબિયત લથડી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પડધરીના નાના ખીજડિયા ગામના ગાર્ડી વિધ્યાલયની બે વિધ્યાર્થિનીના અપહરણ કરીને નાસી ગયેલા લંપટ આચાર્યને પોલીસ બે માસ પછી પણ શોધી શકી નથી. આરોપીને તાત્કાલિક પકડી લેવાની માગ સાથે ઉપવાસ આંદોલન શરૂ થયું છે. આજે ઉપવાસના ૧૬મા દિવસે અપહ્યત તરુણીની માતા સહિત ત્રણ ઉપવાસીની તબિયત લથડતા ત્રણેયને રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા છે.
શાળાની બે છાત્રાને લઇને નાસી ગયેલા લંપટ આચાર્ય ધવલ ત્રિવેદીનો પતો આપનાર વ્યક્તિને સંસ્થા દ્વારા એક લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત પણ થઇ હતી. બે બે માસ પછી પણ પોલીસ આરોપીના સગડ શોધી નહીં શકતા આરોપીઓને તાકીદે પકડી લેવાની માગ સાથે પડધરીમાં ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. ઉપવાસી છાવણીમાં આજે અપહ્યત તરુણીની રિન્કલના માતા કાંતાબેન જેન્તીભાઇ નકુમ (રહે. ખંભાિળયા), મોરબીના હિરાભાઇ વસ્તાભાઇ સોનાગરા (ઉ. વ. ૮૩) તેમના પત્ની આશાબેન હિરાભાઇ (ઉ. વ. ૮૦)ની તબિયત લથડી હતી. જેના પગલે ત્રણેય ઉપવાસીઓને સારવારમાં ખસેડાયા હતા.