• Gujarati News
  • આવાસ ફાળવાયા તોય નદી કાંઠે દબાણ

આવાસ ફાળવાયા તોય નદી કાંઠે દબાણ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં આવતીકાલે એકસાથે ત્રણ સ્થળે કુલ ૨૬૨૪ કવાર્ટરની આવાસ યોજનાનું મુખ્યપ્રધાન મોદીના હસ્તે ભૂમપિૂજન થવાનું છે. પરંતુ એક હકીકત એ સામે આવી છે કે, છ વર્ષ પહેલાં આજી નદીમાં આવેલા પૂરના કારણે જે લોકોને અસર થઇ હતી એવા દબાણકારોને આવરી લઇને તમામ અસરગ્રસ્તોની યાદી તૈયાર કરવામાં આવી હતી અને તેઓને આવાસ યોજનામાં સમાવી લેવામાં આવ્યા છે. કવાર્ટરનો ડ્રો પણ થયો હતો, નદી કાંઠાના એ દબાણો ઉપર મહાપાલિકાએ બૂલડોઝર પણ ફેરવી દીધા હતા. અસરગ્રસ્તોને કવાર્ટરની ફાળવણી પણ કરી નાખવામા આવી. એ પછી મહાપાલિકાએ પાછુ વળીને ન જોયું. અને હાલત એ થઇ કે, જે જગ્યાએ દબાણો તોડી પાડવામા આવ્યા ત્યાં ફરી કાચા-પાકા મકાનો ખડકાઇ ગયા છે. દિવ્ય ભાસ્કરની ટીમે આજી નદીના કાંઠે, જંગલેશ્ર્વર, લલૂડી વોંકળી સહિતના સ્થળે રૂબરૂ તપાસ કરતા આવા સંખ્યાબંધ દબાણોને કેમેરામાં કેદ કર્યા હતા.
લલૂડી વોંકળી સહિતના સ્થળે નવા દબાણો કરી ભાડે આપવાનું શરૂ
દિવ્ય ભાસ્કરની ટીમે જ્યારે આજી નદી કાંઠે, જંગલેશ્ર્વર અને લલૂડી વોંકળા વિસ્તારમાં રૂબરૂ તપાસ કરી ત્યારે સંખ્યાબંધ કાચા-પાકા મકાનો બનતા હતા અને તાજેતરમાં જ બની ચૂકેલા મકાનો ભાડે અપાઇ ગયા હોવાનું સ્થાનિક લોકોમાંથી જાણવા મળ્યું હતું. અહીં માથાભારે શખ્સો સરકારી જમીન પર દબાણ કરી બારોબાર ભાડાની આવક મેળવતા હોવાની એક હકીકત પણ જાણવા મળી હતી.

બીએસયુપી ૧ અને ૨ના હજુ ૧૬૦૦ જેટલા કવાર્ટર ખાલી
ઇન સી ટુ ડેવલપમેન્ટ હેઠળ બીએસયુપી ફેઇઝ ૩ હેઠળ કુલ ૨૬૨૪ કવાર્ટરની અલગ અલગ ત્રણ આવાસ યોજનાનું ભૂમપિૂજન આવતીકાલે મુખ્યમંત્રી મોદીના હસ્તે થવાનું છે. એકબાજુ નવા કવાર્ટર બની રહ્યા છે ત્યાંરે બીજીબાજુ તૈયાર પડેલા ૧૬૦૦ કવાર્ટર લાભાથીgઓને નસીબ થયા નથી. ફાળવણી વગરના આ કવાર્ટર માટે લાભાર્થીઓ છેલ્લાં લાંબા સમયથી રાહ જોઇને બેઠાં છે. એલોટમેન્ટ ન થયેલા અમુક કવાર્ટરની હાલત તો પડ્યા પડ્યા ખંઢેર જેવી થવા લાગી છે.
પ્રશ્ન : દબાણનું ડિમોલશિન થયું, અસરગ્રસ્તોને કવાર્ટર મળી ગયા, ફરી એ જ સ્થળે દબાણ કઇ રીતે થઇ ગયા?
જવાબ: મનપાનો હેતુ પૂરગ્રસ્તો અને સંભવિત અસરગ્રસ્તોને સલામતી ખાતર ત્યાંથી હટાવીને આવાસ આપવાનો હતો. સ્થળાંતરની પ્રક્રિયા જટિલ હતી. એ સમયગાળા દરમિયાન રાતોરાત નવા બાંધકામ થઇ ગયા હશે.
પ્રશ્ન: દબાણ હટાવાય, અસરગ્રસ્તોને કવાર્ટર અપાય, ફરી દબાણ થઇ જાય એનો અર્થ શું રહે?
જવાબ: મુદ્દો વાજબી છે. પણ એટલું ચોક્કસ છે કે, નદી કાંઠેથી દબાણ કોઇપણ ભોગે હટાવાશે જ. રહી વાત તેઓને કવાર્ટર આપવાની. તો હાલના તબક્કે એવી કોઇ વિચારણા છે જ નહીં.
પ્રશ્ન : તો નવા દબાણોનું શું?
જવાબ: ભાડે અપાઇ ગયા હોય કે નવા બન્યા હોય એવા તમામ દબાણોનો સર્વે કરાવીને ફરીથી તોડી પડાશે.
મનપા અને કલેકટર બન્ને તંત્ર જવાબદાર
નદી કાઠે સર્જાયેલા ગેરકાયદે દબાણ માટે એકંદરે સરકારી તંત્્ર તથા મનપા બંન્ને જવાબદાર છે. પણ બંન્ને તંત્રો એકબીજાને ખો આપી રહ્યા છે. આજી નદીની માલિકી કલેકટર એટલે કે સરકારની છે. કલેકટર તંત્રની નિષ્ક્રિયતાના પાપે આજી નદીના પટમાં રહેણાક ઉપરાંત ઇંટના ભઠ્ઠાઓના દબાણો થઇ ગયા છે. રહેણાક દબાણો દૂર કરાવવાની જવાબદારી મનપા ઉપર ઢોળી દેવામાં આવી અને મનપાએ એક વખત દબાણકારોને આવાસ યોજનામાં સમાવી લીધા પણ મનપાએ પણ પાછુ વળીને ન જોયું. અહીં થયું એવું કે, દબાણકારોને આવાસ યોજનામાં કવાર્ટર મળી ગયા તો તેની જગ્યાએ નવા દબાણો થવા લાગ્યા છે. આમા હાલત જૈસે થે વૈસે જ રહી છે.