• Gujarati News
  • ભારતમાં લાંચ વગર કામ થતાં નથી

ભારતમાં લાંચ વગર કામ થતાં નથી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતમાં લાંચ આપ્યા વગર કાંઇ કામ થતું નથી. વિદેશમાં પણ ભારતની આબરૂના લીરેલીરા ઉડી રહ્યાં છે. બ્રિટનથી આવેલા ઉદ્યોગપતિઓ દ્વારા ચેમ્બર ઓફ કોમર્સ, સુરતના પ્રતિનિધીઓ આગળ આ મુદો ઉંચકવામાં આવતા ચેમ્બરે તાબડતોડ સોમવારે આ ગેરસમજણ દૂર કરવા માટે કાનૂની સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
ચેમ્બર ઓફ કોમર્સના સૂત્રોએ જણાવ્યુંકે બ્રિટનના ઉદ્યોગપતિઓ એટલે રોકાણ કરતાં અહીં ડરી રહ્યાં છે કે તેઓને અહીં લાંચ આપવાથીજ કામ થતું હોવાની ગેરમાન્યતા છે. આ માન્યતા દૂર કરવા માટે તેઓ દ્વારા મુંબઇથી કાનૂની સલાહકારો અને સુરત બાર એસોસિયેશનના જાણીતા એડવોકેટોને બોલાવીને આ માન્યતાઓનું ખંડન કરવા પ્રયાસ કરવામાં આવશે.
યુનાઇટેડ કિંગડમ ઓફ ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ એસોસિયેશન અને બર્મગિહામ ચેમ્બર ઓફ કોમર્સના કુલ ૧૨ ઉદ્યોગપતિઓએ સુરતમાં પડાવ નાંખ્યો છે. તેઓ શહેરમાં ડાયમંડ મેન્યુફેકચર્સ ઉપરાંત રિયલ એસ્ટેટ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ,એપરેલ,ઓટોમોબાઇલ્સ જેવા ક્ષેત્રોમાં મોટા પાયે રોકાણ કરવાની તૈયારી બતાવી છે. તેમણે સુરતનાં ઉદ્યોગપતિઓને બ્રિટન આવવા આમંત્રણ પણ પાઠવ્યું છે.
શું કહે છે ચેમ્બર
સુરત ચેમ્બરના પ્રમુખ પરેશ પટેલે જણાવ્યું કે રોકાણ માટે કાયદાની સમજણ આપવા આ કાનૂની સેમીનારનું આયોજન કરાયું છે. બ્રિટનનાં ઉદ્યોગપતિઓ સુરતમાં રોકાણ કરવા માટે વિશેષ રસ દાખવી રહ્યા છે. તેમાં ડાયમંડ ઉપરાંત ઇન્ડસ્ટ્રીઝ ફાયનાન્સમાં આ તમામ લોકો રોકાણનો ભારે રસ
દાખવી રહ્યાં છે.