• Gujarati News
  • Gકંઈના કાળા કાયદા સામે ઉગ્ર દેખાવો

Gકંઈના કાળા કાયદા સામે ઉગ્ર દેખાવો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
ઉત્તર ગુજરાતના હજારો ઉદ્યોગકારોએ જીઆઇડીસીના કાળા કાયદા દૂર કરવાની માંગ સાથે સોમવારે મહેસાણામાં મહારેલી કાઢી હતી અને નાના ઉદ્યોગકોરાને ખતમ કરવાનું બંધ કરો એવો ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. ક્રિટીકલ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ (સીઆઇપી) અંતર્ગત જીઆઇડીસી વિસ્તારમાં રોડ, ગટર , સ્ટ્રીટલાઇટ સહિતના કરાયેલા વિકાસકામો પેટે ઉદ્યોગકારોએ આપવાના થતા ૧૫ ટકા રકમ સામે પેનલ્ટી, વ્યાજ સહિત બમણી રકમના બિલ ફટકારી નગિમે ઉદ્યોગકારોની કમર ભાંગી હોવાનો ઉદ્યોગકારોએ રોષ ઠાલવ્યો હતો.
નગિમની અન્યાયકર્તા નીતિ સામે રોષ ઠાલવતાં વિવિધ બેનરો સાથે જીઆઇડીસી ખાતેથી સવારે ૧૦ વાગ્યે નીકળેલી રેલીમાં હજારોની સંખ્યામાં ઉદ્યોગકારો, કર્મચારીઓ, કારીગરો જોડાયા હતા. હાઇવે, ગોપીનાળા, રાજમહેલ રોડ સહિત વિસ્તારમાં નીકળેલી રેલી કલેકટર કચેરીએ પહોંચતાં નગિમ વિરુદ્ધ ઉગ્ર વિરોધ વ્યક્ત કરાયો હતો. જ્યારે ઉત્તર ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એસો.ના હોદ્દેદારો સહિત ગણતરીના આગેવાનોને કલેકટર કચેરીમાં પ્રથમ માળે જવા દેવાયા હતા. જિલ્લા કલેકટર રાજકુમાર બેનીવાલને આવેદન પત્ર આપી લઘુ ઉદ્યોગ સામેના પડકારો અને અન્યાય દૂર કરવા ઉદ્યોગકારોએ રજૂઆત કરી હતી. જેના ઉકેલ માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની કલેકટરે ખાત્રી આપી હતી.
ગ્રાન્ટને પણ લોનમાં ફેરવી દેવાઇ
મહેસાણા જીઆઇડીસી-૧ના પ્રમુખ અજીતભાઇ પટેલે જણાવ્યું હતું કે, ક્રિટીકલ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટમાં કેન્દ્ર સરકારની ૫૦ ટકા, નગિમની ૩૫ ટકા તથા બાકીના ૧૫ ટકા ઉદ્યોગકારોએ ફાળો આપવાનો હતો. પરંતુ નગિમે ૩૫ ટકા ગ્રાન્ટને પણ લોનમાં ફેરવી વ્યાજ સાથે ઉઘરાણી કરવા બિલ મોકલી ગેરવાજબી અને અન્યાયકર્તા પગલું ભર્યું છે.
લઘુ ઉદ્યોગકારો ખતમ થઇ જશે
ઉ.ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એસો.ના સેક્રેટરી મંગળભાઇ પટેલે આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, નગિમ દ્વારા જે રીતે કાળા કાયદા અખત્યાર કરવામાં આવી રહ્યા છે જેનાથી લઘુ ઉદ્યોગો ખતમ થઇ જશે. ખોટી રીતે કરવામાં આવતી ઉઘરાણીથી પૈસાના ભારણ તળે લઘુ ઉદ્યોગો મૃત: પ્રાય બનવા તરફ આગળ વધી રહ્યા છે.
અન્યાયકર્તા નીતિઓ દૂર કરો
દેદિયાસણ જીઆઇડીસી ફેઝ-૨ના પ્રમુખ જી.કે. પટેલે જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતમાં મોટા કોઇ ઉદ્યોગો નથી, ત્યારે નગિમ દ્વારા અપનાવવામાં આવી રહેલી નીતિઓ લઘુ ઉદ્યોગોને મૃતપ્રાય બનાવી દેનારી છે. જો અન્યાકર્તાઓ નીતિઓ દૂર કરવામાં નહીં આવે તો ઉત્તર ગુજરાત ઉદ્યોગ વહિોણો બની જશે.
ઉદ્યોગભવનને પણ ઘેરાવ કરાશે!
નગિમના કાળા કાયદા વિરુદ્ધ ઉત્તર ગુજરાતના લઘુ ઉદ્યોગકારોએ સોમવારથી ગાંધી ચિંધ્યા માર્ગે લડતના શ્રીગણેશ કર્યા છે. કલેકટરને આવેદન આપી અમારી રજૂઆતો વ્યક્ત કરી છે. જો આ અંગ સત્વરે ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર કાર્યક્રમો કરાશે. જેમાં પ્રથમ ક્ષેત્રિય કચેરી અને ત્યારબાદ ઉદ્યોગભવનને ઘેરાવ કરવા સહિતના કાર્યક્રમો કરાશે એવું ઉ.ગુ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના જો.સેક્રેટરી ચિરાગભાઇ પટેલે જણાવ્યું હતું.
રોષ & કલેકટર કચેરીમાં પ્રવેશ ન અપાતાં પાણીની બોટલો ફેંકાઇ
સીઆઇપી સ્કીમમાં લગાવાયેલી વધારાની પેનલ્ટી, વ્યાજ દૂર કરવા
મેઇન્ટેનન્સ ફંડના બહાના નીચે ઉઘરાવાતા નાણાં તદ્ન ગેરવાજબી
વહીવટી સરળીકરણ કરીને સત્તાઓ ક્ષેત્રિય કચેરીને આપો
નગિમમાં પ્રજાના, ઔધ્યોગિક એસો.ના પ્રતિનિધિઓની નિમÒંક કરો