• Gujarati News
  • બેડીમાં સૂતેલી પત્નીને સળગાવતો પતિ

બેડીમાં સૂતેલી પત્નીને સળગાવતો પતિ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં બેડી વિસ્તારમાં રખડુ સ્વભાવના મુસ્લિમ શખ્સો ગાઢ નિંદ્રામાં પોઢેલી પિત્નને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો છે. સવારે બોલાચાલી કરી નરાધમ શખ્સે સાંજે સૂતેલી પિત્ન પર કેરોસીન રેડી દિવાસળી ચાંપી દીધી હતી.
બેડીમાં ફારૂકે આઝમચોકમાં રહેતા આદમ ઇસ્માઇલ સાયચા નામના મુસ્લિમ શખ્સે રવિવારે સાંજના પાંચેક વાગ્યે પોતાના ઘરે સુતેલી પિત્ન હફીયાબેન (ઉ.વ.૪૯) પર કેરોસીન ભરેલો શીશો રેડી દઇ, દિવાસળી ચાંપી પિત્નને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. પતિના આ કૃત્યના પગલે ભડભડ સળગી ઉઠેલી મહિલાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ બનાવની જાણ થતાં બેડી મરીન ચોકીના પીએસઆઇ એ.સી.ગોહીલ સહિતના સ્ટાફે હોસ્પિટલ દોડી જઇ ગંભીર રીતે દાજી ગયેલી મહિલાનું નિવેદન નોંધ્યુ હતું. કોઇ કામ-ધંધો નહીં કરતો આદમ ઘરે આવી અવાર-નવાર દુ:ખ-ત્રાસ આપી પિત્નને માર મારતો હતો. રવિવારે સવારે ત્રણ પિત્ન સાથે બોલાચાલી કરી ઘરેથી જતો રહયો હતો. ત્યારબાદ સાંજે ઘરે આવી આ ઘટનાને અંજામ આપ્યો હતો.