• Gujarati News
  • જામનગરમાં બંધ સ્ટ્રીટલાઇટો તાત્કાલિક ચાલુ કરવા સૂચના

જામનગરમાં બંધ સ્ટ્રીટલાઇટો તાત્કાલિક ચાલુ કરવા સૂચના

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં અનેક વિસ્તારમાં સ્ટ્રીટલાઇટો બંધ હોવાને કારણે લોકોને પડતી મુશ્કેલીઓની વ્યાપક ફરિયાદો બાદ મેયર અમીબેન પરીખે લાઇટ શાખાનાં અધિકારીઓ સાથે બેઠક યોજી શહેરમાં બંધ લાઇટો અને જર્જરીત ફિટિંગ્સનો સર્વે કરવા આદેશ આપ્યો છે.
મેયરે યોજેલી બેઠકમાં ડે. મેયર મનસુખ ખાણધર, સ્ટે. ચેરમેન મેરામણ ભાટુ, નેતા દિનેશભાઇ પટેલ, નાયબ કમિમશનર કુંંભારાણા, લાઇટ શાખાનાં નાયબ ઇજનેર કે.ડી.ભટ્ટી વગેરે ઉપસ્થિત રહયા હતાં.
આ બેઠકમાં શહેરમાં બંધ લાઇટો અને રદ્દી ફીટિંગનો સર્વે કરી બંધ લાઇટો તાકીદે ચાલુ કરવા તથા લાઇટોની ફરિયાદોને ટોપ પ્રાયોરીટી આપવા સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત લાઇટ શાખામાં વહેવટી અને ટેકનીકલ સ્ટાફની ખાલીજગ્યાઓ ભરવા માટે મ્યુનિ. કમિશનરને સૂચના આપવામાં આવી હતી. તહેવારો દરમિયાન શહેરનાં મુખ્ય વિસ્તારો તથા શેરીઓમાં લાઇટો બંધ ન રહે તે માટે જામ્યુકોની લાઇટ શાખાના ફોન નં. ૨૬૭૨૦૯૮ ઉપર ફરિયાદ નોંધાવવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.
જ્યારે સ્ટ્રીટલાઇટોનાં ફિટિંગ્સ તથા ટયુબ સહિતના જરૂરી સામાન માટે દરખાસ્ત મુકવા પણ સુચના આપવામાં આવી છે.