• Gujarati News
  • ૧લીએ ગેસ ડીલર્સની હડતાળ

૧લીએ ગેસ ડીલર્સની હડતાળ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સબસિડાઈઝડ અને નોન સબસિડાઈઝડ ગેસ સિલન્ડિરના અલગ અલગ ભાવ જાળવવા અને કોમિર્શયલના ભાવ અલગ જાળવવા વગેરેમાં મોટી મુશ્કેલી પડી રહી હોવાથી આ જંજાળમાં ગેસ ડીલર્સ પડવા માંગતા નથી. ઘરેલુ રાંધણ ગેસના સિલન્ડિર પર મળતા કમશિન વધારા સહિત ચાર મુદ્દે સરકાર કોઈ મચક ના આપતા પહેલી ઓકટોબરે દેશભરના ગેસ ડીલર્સે એક દિવસીય હડતાળની જાહેરાત કરી છે. આ દિવસે કોઈ પણ ડીલરને ત્યાંથી સિલન્ડિર ડિલીવર નહિ થાય.
દેશભરના દરેક રાજ્યના ગેસ ડીલર્સ એસોસિએશનના પ્રમુખની સોમવારે દિલ્હીમાં મિટિંગ મળી હતી. આ બધા ડિલર્સ પેટ્રોલિયમ મંત્રાલયમાં પણ રજુઆત માટે જવાના હતા. જો કે ત્યાંથી એવો સંદેશો મળ્યો હતો કે તેઓને જલ્દી જ વાતચીત માટે બોલાવવામાં આવશે. દરમ્યાનમાં તમામ ગેસ ડીલર્સ વચ્ચે ચાર મુદ્દાની માંગણી નક્કી થઈ ગઈ છે. સૌથી પહેલા તો સરકાર ઘરેલુ નોન સબસિડાઈઝડ ગેસ કયા ભાવે આપશે તે જાહેર કરવામાં આવતું નથી. તેથી તકલીફ ઊભી થઈ રહી છે. આ ઉપરાંત કોમિર્શયલ ગેસ અલગ ભાવે છે, હોસ્પિટલ અને સરકારી કોલેજ-સ્કૂલને આપતો ગેસ એકઝમ્પટેડ કેટેગરીમાં આવતો હોવાથી તેનો ભાવ અલગ છે. ડીલર્સનું કહેવું છે કે સરકાર પોલિસી ઘડે છે ત્યારે ડીલર્સની સાથે વાતચીત કરતી નથી, આ પોલિસી માત્ર ઠોકી બેસાડવામાં આવે છે.
ડીલર્સની કમશિન વધારવાની પણ માંગ છે. હાલમાં ઘરેલુ રાંધણ ગેસ પર સિલન્ડિર દીઠ ૨૫.૮૩ રૂપિયા કમશિન મળે છે. આ કમશિન વધારીને ૬૫ રૂપિયા કરવાની પણ માંગ કરવામાં આવી છે.

ગેસ ડીલર્સની મુખ્ય માંગ કઈ?
# સબસિડાઈઝડ, નોન સબસિડાઈઝડ, કોમિર્શયલ, અકસમ્પટેડ બધી જ કેટેગરીના સિલન્ડિર એક જ ભાવે વેચીશું
# નોન સબસિડાઈઝડના ભાવ સરકાર જલદી નક્કી કરે
# સિલન્ડિર ફૂલપ્રૂફ બનાવે જેથી તેમાંથી ગેસની ચોરી ના થઈ શકે
# ઘરેલુ ગેસ સિલન્ડિર પરનું કમશિન ૨૫.૮૩ રૂપિયાથી વધારીને ૬૫ રૂપિયા કરવું
સરકાર પોલિસી બનાવતા પહેલાં અમારી સાથે વાત કરે
^ અમને સરકારની બધી પોલિસીની જાણકારી અખબારો દ્વારા મળે છે. સરકાર પોલિસીની અમલવારીનું કામ અમારા પર ઠોકી બેસાડે છે. પરંતુ આ કામ અમે પ્રેકટિકલી કરી શકીએ તેમ છીએ કે નહિઁ તે કોઈ પૂછતું નથી. આટલી બધી કેટેગરીના અલગ અલગ ગેસ અલગ અલગ ભાવે વેચવો અને તેનો બધો રેકોર્ડ રાખવો અમારા માટે શકય નથી.
પી.એમ. પટેલ, પ્રમુખ, ઓલ ઈન્ડિયા એલપીજી ડિસ્ટિ્રબ્યુટર્સ ફેડરેશન (ગુજરાત સર્કલ)