• Gujarati News
  • યુનિ.ની સિન્ડિકેટની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો જંગ

યુનિ.ની સિન્ડિકેટની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત યુનિવર્સિટી ૩૦મીના રોજ યોજાનારી સિન્ડિકેટની ૧૦ તેમજ બોર્ડ ઓફ એકાઉન્ટસની ત્રણ બેઠકોની ચૂંટણી માટે કોંગ્રેસ અને ભાજપના સભ્યો વચ્ચે સીધો જંગ થશે. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષમાં ચાવીરૂપ હોદ્દાઓ પર બિરાજમાન, પ્રદેશ કક્ષાના હોદ્દેદારોએ ઝંપલાવતા ચૂંટણી રસપ્રદ બની છે. તેમના સમર્થક ઉમેદવારો પણ પક્ષ સાથે સંકળાયેલા હોવાથી બન્ને પક્ષના વરિષ્ઠ નેતાઓ-કાર્યકરો- અધ્યાપકો દ્વારા પોતાની પેનલના ઉમેદવારો વજિેતા બને તે માટે એડી-ચોટીનું જોર લગાવીને ચૂંટણી પ્રચાર પ્રારંભ કર્યો છે.

ચૂંટણી લડતા ઉમેદવારો
યુનિ.કોર્ટ પરના સભ્યોની બેઠક
કોંગ્રેસ : ઈન્દ્ર વજિય સિંહ ગોહિલ,
પ્રદેશ કોંગ્રેસ પૂર્વ ઉપ પ્રમુખ
ભાજપ : કૌશિક કુમાર જૈન મ્યુ.કાઉિન્સલર, શાહપુર
આચાર્ય ન હોય તેવા શિક્ષકની બેઠક
કોંગ્રેસ : દિગિ્વજયસિંહ ગોહિલ, અધ્યક્ષ, કોંગ્રેસ અધ્યાપક સેલ
ભાજપ : હર્ષદભાઈ પટેલ, મ્યુ.સ્કૂલ બોર્ડ, વાઈસ ચેરમેન, હોદ્દેદાર, પ્રદેશ ભાજપ
ભાજપ :જશવત્ંાભાઈ ઠક્કર, છેલ્લા ૩૦ વર્ષથી ભાજપ સાથે સંલગ્ન
બોર્ડ ઓફ એકાઉન્ટનીબેઠક
ભાજપ : જિજ્ઞેશ ભાઈ પંડ્યા, અમદાવાદ મ્યુ. કાઉિન્સલર, ઘાટલોડીયા, ભાજપ