• Gujarati News
  • ઈઝના રાજીનામાની માંગ સાથે ૨૭મીએ કોંગ્રેસનાં ધરણાં

ઈઝના રાજીનામાની માંગ સાથે ૨૭મીએ કોંગ્રેસનાં ધરણાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યના તળાવોમાં માછીમારીના કોન્ટ્રાકટ આપવામાં રૂ. ૪૦૦ કરોડના કૌભાંડમાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની સીધી જવાબદારી બનતી હોવાથી મુખ્યપ્રધાનના રાજીનામાની માગ સાથે કોંગ્રેસ દ્વારા ૨૭મીએ રાજ્યના ૨૭ જિલ્લા અને ૮ મહાનગરોમાં-રાજ્યવ્યાપી ધરણાં-દેખાવ યોજવાની કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જાહેરાત કરી છે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે, અદાલતના આદેશમાં આ કોન્ટ્રાકટ આપવાનો નિર્ણય લેનારા રાજ્યકક્ષાના મત્સ્યોધ્યોગ પ્રધાન સહિતના જવાબદારો સામે લાંચરુશ્ર્વતવિરોધી ધારા અંતર્ગત કેસ કરવા જણાવાયું છે. ભ્રષ્ટાચારના ઈરાદે મોટી રકમની ઉઘરાણીને કરીને મામુલી રકમમાં ઈજારા આપી દેવાયા હતા.અઆ કૌભાંડમાં મુખ્યપ્રધાનની સીધી સંડોવણી પુરવાર થાય છે.