• Gujarati News
  • વીજકરંટથી પત્નીની સામે જ પતિનું મોત

વીજકરંટથી પત્નીની સામે જ પતિનું મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.પાટડી
પાટડી તાલુકાના આદરિયાણા ગામની સીમમાં બાબુભાઇ રમાભાઇ ઠાકોર (ઉ.વ.૨૯) અને તેમના પત્ની ખેતરમાં કામ કરવા જતા હતા ત્યારે વીજ લાઇનનો જીવંત વાયર તૂટી પડતા બાબુભાઇ ઠાકોરને વીજ કરંટ લાગતા ગંભીર હાલતમાં પાટડી સરકારી દવાખાને લઇ જતા રસ્તામાં જ મોત થયું હતું.આ બનાવમાં પાટડી પોલીસે ધસી જઇ મૃતકની લાશને પી.એમ. માટે મોકલતા હોસ્પિટલના ડો. ઠાકુર દ્વારા પી.એમ. કરાયું હતું.આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ આર.સી.ગામેતી ચલાવી રહ્યા છે.