• Gujarati News
  • કતલખાને લઇ જવાતા ચાર અબોલ પશુ બચાવ્યા

કતલખાને લઇ જવાતા ચાર અબોલ પશુ બચાવ્યા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાિળયા તાલુકાના ટિંબડી ગામ નજીક પોલીસે મેટાડોરને આંતરી લઇ કતલખાને ધકેલાતા ચાર મુંગા જીવને બચાવી લીધા છે. પોલીસે બે શખ્સોને પકડી પાડયા છે. ખંભાિળયા-જામનગર હાઇવે પર અત્રેથી આશરે ૧૮ કિમી દૂર ટિંબડી ગામની સીમમાં ઉંટ સવાર પો. હેડ કોન્સ. નરેન્દ્રસિંહ જીવાજી રાઠોડે હાઇવે પર જઇ રહેલા મેટાડોર નં. જીજે-૫-વી-૬૫૦૦ અટકાવી તપાસ કરતાં તેમાં બે નાની પાડરડી (ભેંસ) તથા બે પાડા મળી, કુલ ચાર પશુઓને કતલખાને લઇ જવામાં આવતાં કબ્જે કર્યા છે. આ સાથે મેટાડોરમાં જઇ રહેલા સલીમ હાસમ લખા, તથા તેના પુત્ર સદ્દામ વિરૂધ્ધ પોલીસમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.