• Gujarati News
  • થાનગઢમાં બનેલી ઘટનાના રાજકોટમાં તીવ્ર પ્રત્યાઘાત

થાનગઢમાં બનેલી ઘટનાના રાજકોટમાં તીવ્ર પ્રત્યાઘાત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થાનગઢમાં દલિતો પર પોલીસે કરેલા આડેધડ ફાયરિંગમાં ત્રણ-ત્રણ યુવાનોની લોથ ઢળી જતાં તેના ઘેરા પડઘા પડ્યા હતા. ઘટનાને પગલે રાજકોટમાં તમામ રાજકીય પક્ષના દલિત સમાજના આગેવાનોની મળેલી તાકીદની બેઠકમાં પોલીસ દમનનો આક્રોશ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો અને વિરોધના ભાગરૂપે ત્રણેય મૃતકોની લાશને સોમવારે સવારે રાજકોટના હોસ્પિટલ ચોકમાં જાહેરમાં રાખી રોષ ઠાલવવાનો નિર્ણય લેવાયો હતો. તેમજ ઘટનાની સીબીઆઇ તપાસ અને ગૃહ પ્રધાનના રાજીનામાની માગ કરવામાં આવી હતી. જયાં સુધી રાજ્ય સરકાર દ્વારા માગ સંતોષવામાં ન આવે ત્યાં સુધી ઉગ્ર વિરોધ કરવાનો પણ નિધૉર કરવામાં આવ્યો હતો. થાનગઢની ઘટનાની ગણતરીની કલાકોમાં જ
...અનુસંધાન પાના નં. ૯

રાજકોટ સરકિટ હાઉસ ખાતે દલિત આગેવાનોની બેઠક મળી હતી. બેઠકમાં હાજર તમામ આગેવાનોએ ઘટનાને એક જ અવાજે વખોડી કાઢયો હતો અને આ ઘટનાને આકિસ્મક નહીં પરંતુ પોલીસ દમન ગણાવી હતી અને દલિત સમાજને ઘટનામાં ન્યાય ન મળે ત્યાં સુધી સરકાર સામે લડી લેવાનો નિધૉર કરવામાં આવ્યો હતો. બેઠકમાં માગ ઉઠાવવામાં આવી હતી કે, થાનગઢની ઘટનાના જવાબદાર પોલીસ કર્મીઓ સામે હત્યા અને એટ્રોસિટીનો ગુનો નોંધવામાં આવે, ઘટનાની સીબીઆઇ તપાસ થાય અને ઘટનાની નૈતિક જવાબદારી સ્વીકારી ગૃહ પ્રધાન તાકીદે રાજીનામું આપે. એટલું જ નહીં રાજ્ય સરકાર દ્વારા જયાં સુધી યોગ્ય ખાતરી આપવામાં ન આવે ત્યાં સુધી લાશ સ્વીકારવી નહીં અને જો લાશ સ્વીકારવા ફરજ પાડવામાં આવે તો લાશ હોસ્પિટલ ચોકમાં જાહેરમાં રાખી વિરોધ વ્યક્ત કરવામાં આવશે.
પોલીસ દ્વારા કરવામાં આવેલા દમનનો વિરોધ આગામી દિવસોમાં ગામે ગામ સુધી લઇ જવાનો અને રેલીઓ કાઢવાનો પણ નિર્ણય લેવાયો હતો. તેમજ આ લડત માટે બિનરાજકીય સમિતિની પણ રચના કરવામાં આવી હતી.