• Gujarati News
  • લાઠીમાં ટ્રકમાંથી અઢી લાખનો માલ સામાન ચોરાયો

લાઠીમાં ટ્રકમાંથી અઢી લાખનો માલ-સામાન ચોરાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાઠીમાં ગઇરાત્રે ઉભેલા ટ્રાન્સપોર્ટ પેઢીના ટ્રકના દોરડા કાપી અને તાલપત્રી ચીરી ત્રણ અજાણ્યા શખ્સો રૂપિયા અઢી લાખની કિમતની તમાકુ સહિતનો મુદ્દામાલ ચોરી કરીને લઇ જતા ટ્રક માલિકે આ બારામાં અજાણ્યા શખ્સો સામે લાઠી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ચોરીની આ ઘટના લાઠીમાં ગઇકાલે રાત્રે બાર વાગ્યાથી ત્રણ વાગ્યા વચ્ચે બની હતી. અહીના મહાવીર નગરમાં રહેતા યાકુબમિયા મુસ્તુફામિયા બારેવાલના ટ્રકમાંથી આ મુદ્દામાલ ચોરાયો હતો. તેમની ટ્રાન્સપોર્ટ પેઢીનો જીજે ૩ વાય ૮૯૮૮ નંબરનો ટ્રક માલ સામાન ભરીને ગઇરાત્રે તેમણે ઉભો રાખ્યો હતો.
રાત્રીના સમયે ત્રણ અજાણ્યા શખ્સોએ તકનો લાભ લઇ બંધ ઉભેલા ટ્રકના દોરડા કાપી નાખ્યા હતા. અને બાદમાં ટ્રકની તાલપત્રી પણ ચીરી નાખી હતી. તસ્કરો ટ્રકમાંથી તમાકુના ૨૦ કાટુgન સહિતનો મુદ્દામાલ મળી કુલ રૂ. ૨.૪૯ લાખનો મુદ્દામાલ ચોરી કરીને લઇ ગયા હતા. સવારે ટ્રક ઉપાડવાના સમયે તેમને આ ચોરી થયાની જાણ થઇ હતી. જેને પગલે આ અંગે તેમણે લાઠી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. લાઠીના પીએસઆઇ એમ.આર.બારોટ બનાવની વધુ તપાસ ચલાવી રહ્યાં છે.