• Gujarati News
  • માંગરોળના દરિયામાં સ્ટીમરની ટક્કરથી ફશિિંગ બોટ ડૂબી

માંગરોળના દરિયામાં સ્ટીમરની ટક્કરથી ફશિિંગ બોટ ડૂબી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળનાં દરિયાકાંઠેથી ૫૪ નોટીકલ માઈલ દૂર સમુદ્રમાં શનિવારે મધરાતે પૂરઝડપે આવી રહેલી અજાણી સ્ટીમરે ટક્કર મારતા ફશિિંગબોટ ડૂબી ગઈ હતી. બોટની જળસમાધી બાદ એક ટંડેલ સહિત છ ખલાસીઓને અન્ય બોટોએ બચાવી લીધા હતા જ્યારે એક માછીમાર લાપતા થયો છે. અકસ્માત સર્જનાર સ્ટીમર કઈ તરફથી આવી હતી અને ક્યાંની છે ? તે અંગે હજુ કોઈ વગિત
મળી નથી.
માંગરોળનાં ખ્યાતનામ ફશિ એક્ષપોર્ટર આર.કે. કંપનીની ‘ધનરાજ’ બોટ (જી.જે.૧૧-એમ.એમ.-૦૦૫૧૩) ગત તા. ૧૧નાં રોજ ફશિિંગ માટે રવાના થઈ હતી. એકાદ-બે દિવસમાં જ પરત ફરનારી આ બોટ ૫૪ નોટીકલ માઈલ દૂર સમુદ્રમાં લંગર નાંખી ફશિિંગ કરી રહી હતી તે સમયે અચાનક રાત્રીનાં ૧૧:૩૦ વાગ્યે પૂરઝડપે આવેલી સ્ટીમરે બોટને જોરદાર ટક્કર મારી હતી. સ્ટીમરની ઝડપ પર કંટ્રોલ ન થતા તે બોટ માથે ચઢી ગઈ હતી. આ સમયે ઉંધી રહેલા ખલાસીઓ સફાળા જાગી ગયા હતા અને તેઓ કાંઈ સમજે તે પહેલા જ બોટનાં કટકા થઈ જતાં ડૂબવા લાગી હતી. દરમિયાન આજુબાજુનાં અડધાથી એક નોટિકલ માઈલના અંતરમાં ફશિિંગ કરી રહેલી આજ કંપનીની અન્ય બે બોટોને બનાવની જાણ થતા ખલાસીઓની મદદે પહોંચી ગયા હતા. જયાં ડૂબી રહેલા વલસાડ જિલ્લાનાં ટંડેલ ઉત્તમ લલ્લુ તેમજ ખલાસીઓ જાના ભાદીયા, રાજેશ ધાનીયા, જીતુ સકુ, દિલીપ લલ્લુ તથા અમૃત રવિયાને રાત્રીનાં અંધકારમાં બે-ત્રણ કલાકની જહેમત બાદ બચાવી લેવાયા હતા. જ્યારે એક માછીમાર સમુદ્રનાં ઊંડા પાણીમાં લાપતા થતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.