• Gujarati News
  • ઉદ્યોગક્ષેત્રે હવે ઝાલાવાડ ગુજરાતનું નેતૃત્વ કરશે

ઉદ્યોગક્ષેત્રે હવે ઝાલાવાડ ગુજરાતનું નેતૃત્વ કરશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે રવિવારે બપોરે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા લઇને આવી પહોંચ્યા હતાં. તેમણે ઝાલાવાડના લોકોને જાહેર સભા સંબોધતા આવનારો યુગ સુરેન્દ્રનગર જિલ્લાનો હશે અને સમગ્ર રાજ્યમાં ઉદ્યોગક્ષેત્રે સુરેન્દ્રનગર રાજ્યનું નેતૃત્વ કરશે અને ઝાલાવાડમાં લોકો માટે રોજગારી અને ખેડૂતોના વિકાસ માટે ટેક્ષટાઇલ્સ ઉદ્યોગની સ્થાપના કરાશે તેવી જાહેરાત કરી હતી.
સ્વામી વિવેકાનંદ વિકાસ યાત્રા અંતર્ગત લીંબડી ખાતે આવી પહોંચેલા રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઝાલાવાડ ઉપર વરસી પડયા હતાં. ઝાલાવાડમાં ઉત્પાદન થતો કપાસનો ખેડૂતોને પોક્ષણક્ષમ ભાવ ન મળતો હોવાથી હવે ઝાલાવાડમાં જ ેટેક્ષટાઇલ્સ ઉદ્યોગ સ્થાપી કપાસમાંથી તાર ઉપરાંત કાપડ તૈયાર કરી વિદેશમાં નિકાસ કરી ઝાલાવાડની ખેતી તથા ખેડૂતોને આર્થિક સમૃદ્ધ કરવા ટૂંક સમયમાં ટેક્ષટાઇલ ઉદ્યોગો સ્થપાશે તેવી જાહેરાત કરી હતી. ઝાલાવાડને ટેક્ષટાઇલ્સનું તીર્થક્ષેત્ર બનાવીશંુ જેથી ઝાલાવાડના યુવાનોને રોજગારી મળશે.જ્યારે લીંબડી -બોટાદ બ્રાંચ કેનાલ માટે લીંબડી -ચૂડા-વઢવાણ તાલુકાના ખેડૂતો માટે કેનાલ માટે રૂપિયા પ૬ કરોડ તથા ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાંથી વઢવાણ-હળવદ-દસાડા અને લખતર તાલુકાના ખેડૂતો માટે રૂપિયા ૨૦૦ કરોડ અપાશે અને આથી ઝાલાવાડની ૩ લાખ એકર જમીન સૂકી જમીનને હરિયાળી બનાવાશે. જ્યારે સમગ્ર ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લો ઉદ્યોગક્ષેત્રે સમગ્ર રાજ્યનું નેતૃત્વ કરશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે રાિષ્ટ્રય પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ પુરૂષોત્તમભાઈ રૂપાલા, પ્રદેશ ભાજપ પ્રમુખ આર.સી.ફળદુ, નાણામંત્રી વજુભાઈ વાળા, વન અને પયૉવરણ મંત્રી કિરિટસિંહ રાણા, વજિયભાઇ રૂપાણી, રામકૃષ્ણ મશિનના આદભિવાનંદજી મહારાજ, જિલ્લા ભાજપ પ્રમુખ બપિીનભાઈ દવે, જિલ્લા ભાજપ મહામંત્રી જગદશભિાઈ મકવાણા, તાલુકા પંચાયતના પ્રમુખ મુકતાબેન ઝાંપડીયા, ઉપપ્રમુખ કૃષ્ણસિંહ રાણા, શહેર ભાજપ પ્રમુખ ચતુરભાઈ પટેલ, સુધરાઇ પ્રમુક પ્રિતિબેન ભટ્ટ, શંકરભાઈ દલવાડી, દલસુખભાઈ ચૌહાણ વગેરે હાજર રહ્યાં હતાં.