• Gujarati News
  • રાજકોટ જેલમાંથી ૭ બાંગ્લાદેશી કેદીને સ્વદેશ મોકલી દેવાયા

રાજકોટ જેલમાંથી ૭ બાંગ્લાદેશી કેદીને સ્વદેશ મોકલી દેવાયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટની સેન્ટ્રલ જેલમાં કારાવાસ ભોગવતા સાત બાંગ્લાદેશી કેદીઓને મુકત કરવાના આદેશના અમલરૂપે આજે તમામને વતન મોકલવાની કાર્યવાહી કરાઇ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેઓ કોલકાતા રવાના કરાયા હતા.
જેલ અધિક્ષક અરૂણકુમાર વ્યાસે આપેલી વિગતો મુજબ, ભારતીય સીમામાં ગેરકાયદે ઘૂસણખોરી કરતા ઝડપાઇ ગયેલા ૨૫ જેટલા બાંગ્લાદેશીઓ સામે ફોરેન એકટ હેઠળ ગુનો નોંધી રાજ્યની જુદી જુદી જેલોમાં મોકલી અપાયા હતા. દરમિયાન, રાજ્યની જેલોમાં સજા ભોગવી રહેલા ૨૫ બાંગ્લાદેશી કેદીઓને તેમના સ્વદેશ મોકલી આપવા કેન્દ્રએ રાજ્ય સરકારને હુકમ કર્યો હતો. આજે શનિવારે સાંજે સાતેય બાંગ્લાદેશી કેદીઓને પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ કોલકાતા રવાના કરાયા હતા. કોલકાતાથી બીએસએફની ખાસ ટુકડી તમામ કેદીઓને બાંગ્લાદેશની સરકારને સોંપશે. વ્યાસે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ જેલમાંથી રવાના કરાયેલા સાતેય બાંગ્લાદેશી કેદીઓને ભુજ બીએસએફે પકડી પાડ્યા બાદ તેમને બે વર્ષની સજા પડી હતી. જે સજા આગામી તા.૨૩ નવેમ્બરના રોજ પૂરી થશે.