• Gujarati News
  • પાલારા ખાસ જેલના કેદીઓને પુન:સ્થાપનની તાલીમ અપાઇ

પાલારા ખાસ જેલના કેદીઓને પુન:સ્થાપનની તાલીમ અપાઇ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલારા જેલ અને ઉત્કર્ષ ફાઉન્ડેશન ટ્રસ્ટ ભુજના સંયુકત ઉપક્રમે જેલવાસ ભોગવી રહેલા કેદી બહેનો અને ભાઇઓના આર્થિક પુન:સ્થાપનની પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે.
બહેનોના આર્થિક પુન:સ્થાપન માટે મીનાકામ, હેન્ડીક્રાફટની છ દિવસની તાલીમનું આયોજન ઉત્કર્ષ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં બહેનોને મીનાકામની સંપૂર્ણ તાલીમ અને સિર્ટફિકેટ આપવામાં આવ્યાં હતાં. આ તાલીમ અમદાવાદના મીતાબેન કમલેશભાઇ જાનીએ આપી હતી. ભાઇઓના આર્થિક પુન:સ્થાપન માટે કમ્પ્યૂટર શિક્ષણ અને એમાં પણ ખાસ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ટાઇપિંગ કામની તાલીમ આપવામાં આવે છે અને તેમને જેલવાસ દરમિયાન જોબવર્કનું કામ સંસ્થા દ્વારા પૂરું પાડવામાં આવનારંુ છે. આ કામગીરીમાં જેલના વોરાના માર્ગદર્શન હેઠળ કેદીઓના વિકાસની પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. જેલર જાડેજા, વીરેન્દ્ર જાની, વિનય ભારદ્વાજ, મીતાબેન જોડાયા હતા.