• Gujarati News
  • સગીરાને ભગાડી જવા મામલે પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાઇ

સગીરાને ભગાડી જવા મામલે પિતા- પુત્ર સામે ફરિયાદ નોંધાઇ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.પાટણ
સિદ્ધપુર તાલુકાના ધનાવાડા ગામની એક સગીરાનું ગામનો જ એક શખ્સ તેના પિતાની મદદગારીથી લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી ગયો હતો અને તેણીને અમદાવાદના ગેસ્ટહાઉસમાં લઇ જઇને તેણીની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારતાં સિદ્ધપુર પંથકમાં સનસનાટી પ્રસરી ગઇ હતી.
ધનાવાડા ગામની સગીરવયની એક યુવતીને ગામનો દિલીપજી રાવજીજી ઠાકોર સોમવારે સવારે લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે તેના પિતા રાવજીજી ધારૂજી ઠાકોરની મદદગારીથી અપહરણ કરી ગયો હતો. ત્યારબાદ દિલીપજી ઠાકોરે સગીરાને અમદાવાદના જુદા જુદા બે ગેસ્ટ હાઉસમાં લઇ જઇ તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં પરિવારજનોએ બંનેને પકડી લીધા હતા. જોકે, દિલીપ છટકી ગયો હતો. ત્યારબાદ આ અંગે કાકોશી પોલીસ મથકે તેણીએ દિલીપજી ઠાકોર અને અને તેના પિતા રાવજીજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવી હતી.