ગઢડામાં ૨૧ મણનો લાડુ દર્શનાર્થે મુકવામાં આવશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રીજી સિનેમા રોડ સ્થિત સિદ્ધિ વિનાયક ગ્રુપ દ્વારા પરંપરાગત રીતે ગણેશ મહોત્સવનું આયોજન હાથ ધરતા આગામી દશ વર્ષ પૂર્ણ થતા હોય દશાબ્દી મહોત્સવ નિમિત્તે વિશેષ ઉજવણીના ભાગરૂપે ૨૧ મણનો વિરાટ લાડુ બનાવી મૂર્તિને ધરાવી દર્શનાર્થે મુકવાનું આયોજન કરતા તા.૨પના રોજ સવારે ૯-૩૦ કલાકે આ લાડુ ધરાવી દર્શનાર્થે મુકવામાં આવશે. દશાબ્દી મહોત્સવ નિમિત્તે વિવિધ પ્રકારના આયોજનોથી મંડળમાં તેમજ શહેરમાં ઉત્સાહનું વાતાવરણ સર્જા‍વા પામેલ છે.