• Gujarati News
  • ભોટેશ્ર્વર કુંડમાં સરસ્વતીનો આજેય વહેતો અવિરત પ્રવાહ

ભોટેશ્ર્વર કુંડમાં સરસ્વતીનો આજેય વહેતો અવિરત પ્રવાહ

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ છે ત્યારે ઝીંઝુવાડાના વેરાન રણમાં આવેલા ઝીલકેશ્ર્વર, ભોટેશ્ર્વર, નળેશ્ર્વર, બાળગંગા અને ગાયની ખરી એમ આ પંચતીર્થની જમીનમાંથી આજેય સરસ્વતીનો ગુપ્ત પ્રવાહ વહે છે.એમાંય ભોટેશ્ર્વર કુંડમાં તો ચાલીસેક વર્ષ અગાઉ ઉછળતું પાણી બહાર આવતું હતું ત્યારે શ્રાવણ માસમાં વેરાન રણમાં આવેલા આ પંચતીર્થમાં વિશાળ જનસમુદાય ઊમટી પડે છે.
શ્રાવણ માસની શરૂઆત થતા લોકો શિવમય બનીને ભિકતમાં લીન બન્યા છે. ત્યારે રણકાંઠાનાં ઝીલકેશ્ર્વર કુંડ, ભોટેશ્ર્વર કુંડ, નળેશ્ર્વર કુંડ, બાળગંગા અને ગાયની ખરી એમ પંચતીર્થ નીચેની જમીનમાંથી આજેય સરસ્વતીનો ગુપ્ત પ્રવાહ વહે છે. ઝીલકેશ્ર્વર મહાદેવનાં મંદિરની દક્ષિણ બાજુમાં થઇને ગુપ્ત રીતે સરસ્વતીનો પ્રવાહ આ કુંડમાં આવતો હતો. ભોટેશ્ર્વર કુંડમાં તો ઉછળતુ પાણી બહાર આવતુ હતું. નળરાજાએ આ જંગલમાં વનવાસ ભોગવ્યો હતો. રાણી દમયંતીને હાથમાં પદ્મ હતું એક વખત તળાવમાં માછલા પકડીને દમયંતીને આપ્યા હતાં. આ મૃત માછલા સજીવન થઇ જતા એની યાદગીરીમાં અહી નળેશ્ર્વર કુંડ બંધાયો હોવાનું કહેવાય છે. જ્યારે કાશીના રાજા આણંદસિંહને શરીરે કોઢ નીકળતા ઝીલકેશ્ર્વર તીર્થ પાસેથી પસાર થતા તરસ્યા બનેલા રાજાએ આ કુંડનું પાણી પીવાની સાથે હાથ પગ ધોયા તેમને કોઢ દૂર થઇ ગયાનું કહેવાય છે. આ યાદગીરી રૂપે રાજાએ પથ્થરનો ઓવારાવાળો કુંડ બનાવ્યો હતો. હાલ શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાથેg અહીં ઉમટીને ધન્યતા અનુભવે છે.

રણની મધ્યમાં આવેલો ભોટેશ્ર્વર કુંડ . તસવીર ભાસ્કર

રણની મધ્યમાં આવેલા ઝીલેકશ્ર્વકર મહાદેવ મંદિર. તસવીર ભાસ્કર