• Gujarati News
  • આઈટીનો ચેક રિટર્ન થતાં સજા

આઈટીનો ચેક રિટર્ન થતાં સજા

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારી લેણા પેટે જ્યારે સરકારી વિભાગને ચેક આપ્યો હોય ત્યારે તેને પાસ કરાવવાની જવાબદારી જે તે વ્યક્તિની સમાજ પ્રત્યેની જવાબદારી બને છે એવુ જણાવવા સાથે કોર્ટે ચેક રિટર્ન કેસમાં બે આરોપીઓને દંડ ફટકારવા સાથે કોર્ટ ઉઠતા સુધીની સજા ફટકારી હતી.
વિગતો અનુસાર, લાલદરવાજા ખાતે આવેલી મેસર્સ વિષ્ણુ જીવરામ જોશી એન્ડ કંપની સહિત જીવરામ મગન પટેલ, ડાહ્યા જીવરામ પટેલ અને વિષ્ણુ જીવરામ પટેલને આવકવેરા વિભાગને રૂપિયા ૪.૨૦ લાખ ૧૯૯ ચુકવવાના થતા હતા. આ રકમ પેટે ગત તા.૧૫.૧.૧૯૯૯ના રોજ રૂ.૪.૨૦ લાખનો સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો ચેક ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટને આપવામાં આવ્યો હતો. પેઢીના સંચાલકોની વિનંતીને ધ્યાનમાં લઇને ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટ દ્વારા આ ચેક ફેબ્રુઆરી ૧૯૯૯માં બેન્કમાં ભરવામાં આવ્યો હતો પરંતુ આ ચેક રિટર્ન થયો હતો. જેથી ઇન્કમટેકસ અધિકારી એ.પી. કુલકણીઁએ મેસર્સ વિષ્ણુ જીવરામ એન્ડ કંપની સહિત ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. સમય જતા આરોપીઓએ આવકવેરા વિભાગની લેણી રકમ ચુકવી આપી હતી.
એક આરોપીનું મૃત્યુ થયું હોવાથી એબેટ કરવામાં આવ્યો હતો. અન્ય આરોપી જીવરામ અને ડાહ્યા પટેલને કોર્ટ ઉઠતા સુધીની સજા ફટકારી હતી. સાથો સાથ મેસર્સ વિષ્ણુ જીવરામ જોશી, ડાહ્યા પટેલ અને જીવરામને સંયુકત રીતે રૂપિયા પાંચ હજાર દંડ અને જો દંડ ન ભરે તો વધુ એક માસની કેદ સાથે ફરિયાદી આવકવેરા વિભાગને વળતર પેટે રૂપિયા ૪૨ હજાર ચૂકવવા આદેશ કર્યો હતો.