સોરઠની ૧૩૨૭ પ્રા. શાળાઓ ૨૭મીએ બંધ : શિક્ષકો માસ સીએલ પર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- શિક્ષકો માસ સીએલ પર, વિવિધ પ્રશ્ને રાજ્ય કર્મચારી મંડળનાં આંદોલનમાં જોડાશેરાજ્ય સરકાર સામે કર્મચારીનાં પડત પ્રશ્ને આંદોલન છતા કોઇ ઉકેલ ન આવતા રાજ્યનાં તમામ સરકારી કર્મચારીઓ ૨૭ સપ્ટેમ્બરનાં માસ સીએલ પર ઉતરી જવાનાં છે. જેમા જૂનાગઢ જિલ્લાનાં પ્રાથમિક શાળાનાં શિક્ષકો જોડાવવાનાં હોય આ દિવસે જિલ્લાની ૧૩૨૭ પ્રા.શાળઓ બંધ રહેશે.સરકારી કર્મચારીઓનાં પડતર પ્રશ્ને ગુજરાત રાજ્ય કર્મચારી સમિતિએ ૧૩ મહાસંઘ અને ૨૦૦થી વધુ નાના-મોટા મંડળોને સાથે રાખીને મુખ્યમંત્રીને ૯૦ દિવસ પહેલા પડતર પ્રશ્ને અલ્ટીમેટમ આપ્યું હતુ. પરંતુ ૧૨૦ દિવસ પછી પણ સરકારે કર્મચારીનાં પ્રશ્ને નક્કર પગલા ભર્યા નથી. તેમજ અનેક વખત રજૂઆતો, રેલી, આંદોલન કરવા છતા કર્મચારીનાં પ્રશ્ને કોઇપણ વાટાઘાટો સરકારે કરી નથી. કર્મચારી મંડળે એવો પણ આક્ષેપ કર્યો હતો કે સરકારનો કોઇપણ કાર્યક્રમ કર્મચારી વગર સફળ થતો નથી.કર્મચારીનું શોષણ કરનાર સામે ગુજરાતનાં ૫ લાખથી પણ વધુ કર્મચારીઓ તા. ૨૭ સપ્ટેમ્બરનાં માસ સીએલ કાર્યક્રમમાં જોડાશે. માસ સીએલનાં કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાની પ્રાથમિક શાળાનાં શિક્ષકો પણ જોડાશે તેમ જિલ્લા પ્રા. શિક્ષક સંઘનાં પ્રમુખ રાજુ ભેડા, જેન્તી શીલુએ જણાવ્યું હતુ. જૂનાગઢ જિલ્લામાં ૧૩૨૭ જેટલી પ્રાથમિક શાળાઓ આવેલી છે. જેમા અંદાજે ૯૮૫૦ જેટલા શિક્ષકો ફરજ બજાવે છે. જે માસ સીએલમાં જોડાવાનાં હોય શિક્ષણ કાર્ય બંધ રહેશે. કર્મચારીઓના પડતર પ્રશ્ને આંદોલન છેડાયા બાદ પણ ઉકેલ ન આવતા અંતે માસ સીએલ પર ઉતરી જવાનો નિર્ણય લેવાયો છે.- શું છે કર્મચારીઓની માંગ ? - ફિકસ પગાર કર્મચારીઓને પુરા પગારનો લાભ આપવો - શિક્ષક પરિવારનાં આશ્રીતોને નોકરી આપવી - સીસીસી પરીક્ષામાંથી મુક્તિ આપવી - એલટીસીનું રોકડમાં ચૂકવણુ કરવુ - છઠ્ઠા પગાર પંચનો લાભ આપવો - શિક્ષણ ભથ્થું કેન્દ્રનાં ધોરણે આપવું - મેડીકલ એલાઉન્સમાં વધારો કરવો - શિક્ષણ સિવાયની કામગીરીમાંથી મૂક્તિ આપવી - મુખ્ય શિક્ષકની બઢતીમાં સીનીયોરીટી પ્રમાણે લાભ આપવો