દ્વારકામાં એરપોર્ટ માટે જમીન માપણી શરૂ

દ્વારકામાં એરપોર્ટ માટે જમીન માપણી શરૂ

ભાસ્કર ન્યૂઝ. દ્વા

Dec 13, 2010, 04:01 AM IST
યાત્રાધામ દ્વારકા નજીક ધ્રેવાડ પાસે એરપોર્ટ માટે જમીન માપણીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી માટે જામનગરના ડી.આર.એલ. વિભાગની ટુકડીએ સપ્તાહથી ધામા નાખ્યા છે. સરકારી અને ખાનગી મળી કુલ ૪૦૦ એકરમાં વિમાની મથકનું નિમૉણ થશે.
ભારતના ચાર ધામ પૈકીના દ્વારકા યાત્રાધામને વીમાની માર્ગે જોડવા માટે ધ્રેવાડ પાસે એરપોર્ટ બનાવવા માટે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. જે અંતર્ગત જામનગર ડી.આર.એલ. વિભાગની ટુકડીએ છેલ્લા આઠ દિવસથી જમીન માપણી અર્થે ધામા નાખ્યા છે. ડી.આર.એલ. વિભાગના સર્વેયર નકુમ અને અન્ય કર્મચારીઓની ધ્રેવાડ ગામ નજીક ૪૦૦ એકરમાં નિમૉણ પામનાર એરપોર્ટ માટે જમીન માપણી શરૂ કરી છે. આ બાબતે દ્વારકાના મામલતદાર વી.બી. ઠાકરે જણાવ્યું હતું કે, તાલુકાના જુની ધ્રેવાડ ગામે
સરકારી ખરાબાની કુલ ૭૦ હેકટર અને ૩૬ ખેડૂતોની ૯૨ હેકટર ખાનગી જમીન મળી કુલ ૪૦૫ એકર જમીન સંપાદન કરવા માટેની કામગીરી ચાલી રહી છે. આ માટે ગુજરાત પ્રવાસન વિભાગના કાર્યપાલક ઈજનેર વાળાના માર્ગદર્શન હેઠળ જુદા-જુદા વિભાગોના કર્મચારીઓ કામગીરીમાં જોડાયા છે.
નવા આકાર પામનારા આ એરપોર્ટમાં ભવિષ્યની લાંબા ગાળાની જરૂરિયાત મુજબનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહયું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, દ્વારકા નજીક એક માત્ર ધ્રેવાડની આજુબાજુની જમીનની સ્થિતિ એવા પ્રકારની છે કે જયાં સરકારને પુરતા પ્રમાણમાં જમીન એકસાથે મળી રહે અને તે દ્વારકાથી નજીક પણ થાય. આમ, યાત્રાધામને વિમાની માર્ગે જોડવા એરપોર્ટની કામગીરી વેગવાન બનતા યાત્રાળુઓ અને નગરજનોમાં આનંદની લાગણી ફેલાઇ છે.
આ ઉપરાંત આગામી દિવસોમાં દ્વારકામાં અન્ય વિકાસ યોજનાઓ પણ આકાર લેશે. જેમાં ગોમતી ઘાટ અને પંચકુઇની વચ્ચે સુદામા સેતુબંધનું નિમૉણ અને ભડકેશ્ર્વર મંદિરથી ગોમતીઘાટ સુધી નવો માર્ગ બનાવાશે. જેના પ્રથમ તબકકાની કામગીરી ગાયત્રી મંદિરથી સંગમ નારાયણ સુધી ચાલી રહી છે.

કૃષ્ણ ભગવાનની બાળ લીલા અને જીવનચરિત્ર પર મ્યુઝીયમ બનાવાશે
દ્વારકા કૃષ્ણ ભગવાનની કર્મભુમિ હોય યાત્રાધામના ૧૦ કિમીના વિસ્તારમાં એક વિશાળ સંકુલમાં કૃષ્ણ ભગવાનની બાળ લીલા અને જીવન ચરિત્ર પર એક મ્યુઝિયમ બનાવવા માટે જમીનનો સર્વે પ્રવાસન વિભાગ દ્વારા ચાલી રહયો છે. ટુંક સમયમાં આ અંગે વિધિવત જાહેરાત કરવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું છે.
X
દ્વારકામાં એરપોર્ટ માટે જમીન માપણી શરૂ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી