મહુવામાં વાહન અડફેટે આધેડનું મોત

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુરુવારે મોડીરાત્રે પેટ્રોલ પંપ પાસે પુર ઝડપે ખાનગી વાહને શ્રમજીવી આધેડ વ્યક્તિને મારી ટક્કરમહુવામાં નેશનલ હાઇ-વે નં.૮ પર રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે ગુરૂવારે મોડીરાત્રીના બસ જેવા વાહનના ચાલકે પુરપાટ ઝડપે બેફિકરાઇથી વાહન ચલાવી ભાદ્રોડના શ્રમજીવી આધેડને અડફેટે લેતા તેનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. બાદ તે વાહને અન્ય મોટર સાયકલના ચાલકને પણ ટક્કર મારતા તેને ગંભીર હાલતે મ્યુનિ. હોસ્પિટલ ખસેડાયો હતો. મહુવા નેશનલ હાઇ-વે નં.૮ પર આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે ગુરૂવારે મોડીરાત્રીના પસાર થઇ રહેલી બસ જેવા વાહનના ચાલકે હિ‌ટ એન્ડ રન જેવી ઘટના સર્જી હતી.તે બસના ચાલકે બેફિકરાઇથી પુરપાટ ઝડપે વાહન ચલાવી ભાદ્રોડથી પગપાળા થઇ રહેલા પ્રજાપતિ ગોરધનભાઇ કેશુભાઇ કળસરીયા (રહે.ભાદ્રોડ)ને અડફેટમાં લેતા તેનું ગંભીર ઇજા થતા કરૂણ મોત નિપજ્યું હતું. બાદ તે વાહને આગળ જતા મોટર સાયકલ નં.જી.જે. ૪ ૩૧૬૯ને ટક્કર મારતા ચાલક ક્રિપાલ ભૂદેવસિંગ (રહે.યુ.પી.)ને ગંભીર ઇજા થતા મૃતકને પી.એમ. માટે તથા ઇજાગ્રસ્તોને સારવાર માટે મહુવા મ્યુનિ. હોસ્પિટલમાં ખસેડાયેલ. જ્યાં એમ.બી. વલાણીયા તથા સ્ટાફે સારવાર માટે પ્રબંધ કર્યો હતો. બનાવની જાણ થતા મહુવા ન.પા.ના પ્રમુખ બિપીનભાઇ સંઘવી તથા સ્થાનિક આગેવાનો હોસ્પિટલ દોડી જઇ ગયા હતા. મૃતક ગોરધનભાઇને સંતાનમાં ત્રણ દિકરીઓ છે.