બનાવો 'પનિર મસાલા ભિંડી'

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
'પનિર મસાલા ભિંડી' સામગ્રી નાના નરમ ભીંડા - ૨૦૦ ગ્રામ પનીર - ૫૦ ગ્રામ, લીંબુ - એક નંગ ગરમ મસાલો - અડધી ચમચી લાલ મરચું - એક ચમચી ડુંગળી લાંબી સમારેલી - ૧૦૦ ગ્રામ ટામેટાં લાંબા સમારેલાં - એક નંગ લીલાં મરચાં ઉભા કાપેલા - ૪ નંગ મીઠું - સ્વાદ પ્રમાણે રીત -ભીંડાને સાફ કરીને એની ઉપરના ડીંટીયા કાપી નાખો અને તેના પર ઊભા ચીરા કરો. -પનીરને મસળીને તેમાં થોડું લાલ મરચું, ગરમ મસાલો અને મીઠું ભેળવો. -ભીંડામાં પનીર ભરીને એકબાજુએ મૂકો. પેનમાં તેલ ગરમ કરવા મૂકો અને તેમાં ભીંડા નાખો. -ધીમા તાપે તેને તળો. ભીંડા નરમ થઇ જાય એટલે તેને બહાર કાઢી લો. -પેનમાં તેલ નાખીને તેમાં ડુંગળી નાખી, -તેમાં મીઠું , મરચું, મસાલાવાળા ભીંડા, ટાંમેટા અને લીલા મરચા ઉમેરો -તેને ધીમાં તાપે થોડો સમય સાંતળો. -હવે પેનને ગેસ પરથી ઉતારી લો. -ભીંડા પર લીંબુ નીચોવો. -છીણેલા પનીર અને સમારેલાલા મરચાથી એને સજાવો.