ગણેશ મહોત્સવમાં મેવા મોદક

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સામગ્રી : લોટ - ૧ કપ, બૂરું ખાંડ - ૧ કપ, ઘી - ૧ કપ, કાજુ-બદામ-પિસ્તાં - ૧ કપ, કોપરાનું છીણ, કશિમશિ, અખરોટ - ૧ કપ, એલચીનો પાઉડર - ૨ ચમચી, ખસખસ - ૨ ચમચા, ખાવાનો ગુંદર - ૨ ચમચા રીત : જાડા તિળયાવાળા તપેલામાં ઘી અને લોટ નાખી ધીમી આંચે સતત હલાવતાં રહીને શેકો. જ્યારે લોટ શેકાઇને આછા બદામી રંગનો થાય એટલે તેમાં અધકચરો ખાંડેલો ગુંદર, બારીક સમારેલાં કાજુ, બદામ, પિસ્તાં, અખરોટ નાખીને ફરી પાંચ-સાત મિનિટ ધીમી આંચે રહેવા દો. હવે તેમાં ખસખસ, એલચીનો પાઉડર, કશિમશિ અને કોપરાનું છીણ ભેળવીને આંચ પરથી ઉતારી લો. જ્યારે મિશ્રણ થોડું ઠંડું થાય એટલે તેમાં બૂરું ખાંડ બરાબર મિકસ કરો. આ મિશ્રણમાંથી પ્રમાણસર આકારના લાડુ વાળો. મેવા મોદક તૈયાર છે.