આજે બનાવો ચટાકેદાર 'મઠની દાળ'

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1 સામગ્રી: - 1 કપ આખા મઠની દાળ - 2 ઝીણી સમારેલી ડુંગળી - 3-4 કળી ઝીણું સમારેલું લસણ - 2 ટમેટાં - 3/4 કપ દહીં (અથવા મલાઈ) - મીઠું, સ્વાદ અનુસાર - આ બધાને મિક્ચરમાં ક્રશ કરી લો 2 વઘાર માટે: 1 મોટી ચમચી દેશી ઘી 1 નાનો ટુકડો આદુ 1 નાની ચમચી લાલ મરચું પાઉડર 1 ચમચી પિસેલી કસૂરી મેથી પાઉડર 1 નાની ચમચી ગરમ મસાલો 3 રીત: - રાતે ગરમ પાણીમાં મઠની દાળ પલાળી દો - સમારેલી ડુંગળી, લસણ અને મીઠું નાખી બાફી લો - દાળ બફાઈ જાય પછી એમાં ટામેટાં, દહીં અને મલાઈ નાખી મિક્ષ કરી ઉભરો આવે ત્યાં હલાવતા રહો - વીસ મિનિટ સુધી દાળને ચઢવા દો - પછી દાળનો વઘાર તૈયાર કરો 4 વઘાર કરવાની રીત: હવે એક કઢાઈમાં ઘી ગરમ કરો. એમાં ઝીણું સમારેલું લસણ અને આદું નાખો. કઢાઈને ગેસ પરથી ઉતારી એમાં લાલ મરચું, ગરમ મસાલો અને કસૂરી મેથી નાખી વઘાર કરી ગરમા ગરમ સર્વ કરો.
Related Articles:
ફટાફટ ઉતારો ચટાકેદાર \'મેંદુવડા\'
બનાવો ચટાકેદાર \'સાઉથ ઈન્ડિયન સાંભાર\'
બનાવો ચટાકેદાર \'પંજાબી છોલે\'
બનાવો ગુજરાતી સ્પેશલ, ચટાકેદાર \'દાળ ઢોકળી\'
શ્રાવણિયો સોમવાર બનાવો ચટાકેદાર \'ફરાળી દહીંવડાં\'