Guava Juice / એકવાર બનાવી લો જામફળનો સ્ટોરેજ શરબત, આખુ વર્ષ લૂંટ્યા કરો મજા

જો લાલ જામફળ ન હોય અને શરબત લાલ જ બનાવવો હોય તો ક્રશ કરતી વખતે અંદર થોડું બીટ ઉમેરવું
જો લાલ જામફળ ન હોય અને શરબત લાલ જ બનાવવો હોય તો ક્રશ કરતી વખતે અંદર થોડું બીટ ઉમેરવું

divyabhaskar.com

Dec 24, 2018, 11:00 AM IST

રેસિપિ ડેસ્ક: જામફળનો ટેસ્ટ એટલો સરસ હોય છે કે, નાનાંથી મોટાં બધાંને ભાવતો હોય છે. ઘણા લોકોને જામફળ તો ભાવતાં હોય છે, પરંતુ બીના કારણે ખાવાનો કંટાળો આવતો હોય છે. તો જામફળનો શરબત બનાવીને જામફળની મજા લૂંટી શકાય છે. વળી જામફળનો સ્ટોરેજ શરબત બનાવીને બોટલ ભરી લઈએ તો-તો આખુ વર્ષ લૂંટી શકાય છે મજા. જ્યારે પણ તમે બનાવશો ત્યારે ફ્રેશ શરબત જેવો જ ટેસ્ટ આવશે.

જામફળનો સ્ટોરેજ શરબત
સામગ્રી


એક કિલો લાલ જામફળ
500 ગ્રામ ખાંડ
બે ચમચી શેકેલા જીરુંનો પાવડર
બે ચમચી સંચળ
બે ચમચી કાળામરી પાવડર


રીત


સૌપ્રથમ બધાં જ જામફળને બરાબર ધોઇને લૂછી લો. ત્યારબાદ જામફળને છોલીને નાના-નાના ટુકડા કરી લો. હવે જામફળના ટુકડાને મિક્સર જારમાં લો. સાથે ખાંડ, સંચળ, જીરું પાવડર અને કાળામરી પાવડર નાખો અને ક્રશ કરી લો. ત્યારબાદ તેને ગાળી લો, જેથી બી નીકળી જાય.


તૈયાર છે જામફનો શરબત. શરબતને કોઇપણ એરટાઇટ ડબ્બા કે બોટલમાં ભરી લો. જ્યારે પણ શરબત બનાવવો હોય ત્યારે એક ગ્લાસ પાણી માં એકથી દોઢ ટેબલસ્પૂન જામફળનો શરબત એડ કરી હલાવી લેવું.


- જો લાલ જામફળ ન હોય અને શરબત લાલ જ બનાવવો હોય તો ક્રશ કરતી વખતે અંદર થોડું બીટ ઉમેરવું. શરબત લાલ બની જશે.

X
જો લાલ જામફળ ન હોય અને શરબત લાલ જ બનાવવો હોય તો ક્રશ કરતી વખતે અંદર થોડું બીટ ઉમેરવુંજો લાલ જામફળ ન હોય અને શરબત લાલ જ બનાવવો હોય તો ક્રશ કરતી વખતે અંદર થોડું બીટ ઉમેરવું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી