Divya Bhaskar

Home » Recipes » Quick Recipes » Try the recipe of famous street food Bhungala Batata

ઘરે જ બનાવો ભૂંગળા બટેટા, નહીં રહે તબિયત બગડવાનું ટેન્શન

Divyabhaskar.com | Updated - Mar 13, 2018, 02:00 PM

માર્કેટમાં ગયા હોઇએ અને ભૂંગળા બટેટાની લારી દેખાય તો, પગ અટકી જ જાય

  • Try the recipe of famous street food Bhungala Batata
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ભૂંગળા બટેકા

    યૂટિલિટી ડેસ્ક: ભાગ્યે જ કોઇ એવું હશે, જેને ભૂંગળા બટેટા ભાવતા ન હોય. નાનાથી મોટાં બધાં તેનાં દિવાનાં હોય છે. માર્કેટમાં ગયા હોઇએ અને ભૂંગળા બટેટાની લારી દેખાય તો, પગ અટકી જ જાય. ભાવતા બધાને હોય પરંતુ કેટલીકવાર બહાર લારી પર ભૂંગળા બટેટા ખાવામાં હેલ્થની સમસ્યા સતાવતી હોય છે. એટલે જ આજે અમે તમારા માટે લાવ્યા છીએ ભૂંગળા બટેટા ઘરે જ બનાવવાની રેસિપિ.


    નોંધી લો ભૂંગળા બટેકાની સરળ અને ઝટપટ રેસિપિ....

    સામગ્રી :

    12-14 બેબી પોટેટો
    12-15 લસણની કળી
    1 ડુંગળી ઝીણી સમારેલી
    1 ઈંચ આદુનો ટુકડો
    3 સુકા લાલ મરચા
    1 ટમેટું ઝીણુ સમારેલુ
    2 ચમચી ધાણાજીરૂ
    1 ચમચી જીરૂ
    ½ ચમચી લાલ મરચું પાઉડર
    1/8 ચમચી હળદર
    ½ ચમચી ચાટ મસાલો
    ½ ચમચી ગરમ મસાલો
    મીઠુ સ્વાદ મુજબ
    1 ચમચો+4 ચમચા તેલ
    કોથમીર સમારેલી


    આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો લસણિયા બટેકા બનાવવાની રીત.....

  • Try the recipe of famous street food Bhungala Batata
    ભૂંગળા બટેકાની

    રીત:


    સુકા લાલ મરચાને 2 ચમચા પાણીમાં 10 મિનિટ પલાળી લો. બટેટાને બાફી લો. બાફતી વખતે થોડુ મીઠુ ઉમેરવું જેથી સ્વાદ વધશે. આદુ, લસણ, પલાળેલા મરચા, ટમેટા, ધાણાજીરૂ, હળદર અને મીઠુ મિક્સ કરી એકસાથે મિક્સરમાં ક્રશ કરી લો.

    એક પેનમાં એક ચમચો તેલ ગરમ કરી તેમાં બાફેલા બટેટાને 2 મિનીટ મધ્યમ તાપે સાંતળી લો. હવે તેને એક પ્લેટમાં કાઢી લો. કડાઈમાં 4 ચમચા તેલ ગરમ કરી તેમાં ડુંગળી ઉમેરીને સાંતળો.

    ડુંગળી બ્રાઉન થઈ જાય એટલે તેમાં ટમેટા અને લસણની પેસ્ટ ઉમેરો અને તેમાંથી તેલ છુટે એટલે તેમાં લાલ મરચુ પાઉડર ઉમેરો પછી તેમાં સાંતળેલા બટેટા મિક્સ કરીને 3-4 મિનિટ પકાવો. ગેસ બંધ કરી તેને ઉતારી લો અને કોથમીરથી ગાર્નિશ કરો.

    હવે તળવા માટેના ભૂંગળા તો માર્કેટમાં મળે જ છે. ઘરે લાવીને તળી લો. અને મજા લો ગરમાગરમ ભૂંગળા બટેકાની...

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Recipes

Trending