તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન ફેંકતા કડવી કાકડી કે ખીરા, સરળતાથી દૂર થશે તેની કડવાશ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાકડી કે ખીરા કાકડીની કડવાશ દૂર કરવાના 3 સરળ ઉપાય - Divya Bhaskar
કાકડી કે ખીરા કાકડીની કડવાશ દૂર કરવાના 3 સરળ ઉપાય

 

રેસિપિ ડેસ્ક: દરેક ઋતુમાં કાકડીનો ઉપયોગ સલાડમાં તો થાય જ છે, ઉપરાંત કેટલીક વાનગીઓમાં પણ કરવામાં આવે છે. કાકડીમાં પાણીની માત્રા ભરપૂર હોય છે, જે આપણને ડિહાઇડ્રેશનથી બચાવે છે. ઉપરાંત કાકડીમાં ઘણાં વિટામિન્સ, મિનરલ્સ અને ઈલેક્ટ્રોલાઇટ્સ હોય છે. કાકડી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદ કરે છે. પરંતુ કોઇવાર જમતી વખતે કડવી કાકડી મોંમાં આવી જાય તો આખો સ્વાદ બગડી જાય છે. 


કેટલીકવાર પૂરતું પાણી ન મળવાથી કે તાપમાનના કારણે કાકડી કડવી થઈ જાય છે. આ કડવાશને કેટલાક સરળ ઉપાયોથી દૂર કરી શકાય છે. 


કાકડી કે ખીરા કાકડીની કડવાશ દૂર કરવાના 3 સરળ ઉપાય


1. કાકડીની કડવાશ દૂર કરવા કાકડીના દીંટાને કાપી ઉપર થોડું મીઠું લગાવી અને દીંટાને જ્યાંથી કાપ્યું હોય ત્યાં જ ગોળ-ગોળ ઘસો. કડવાશ દૂર થવા લાગશે. આવું જ કાકડીની બીજી બાજુ પણ કરો. સફેદ ફીણ જેવું દેખાય એને ધોઇને ખાઓ. કડવાશ દૂર થઈ ગઈ હશે. 


2. કાકડીની બરાબર વચ્ચે કાપી કરી બે લાંબી ચીરી કરો. ત્યારબાદ બન્નેબાજુ મીઠું લગાવી એકબીજા સાથે ઘસો. થોડું સફેદ ફીણ વળતું દેખાશે. થોડીવાર બાદ ધોઇને ખાઓ, નહીં લાગે કડવી. 


3. કાકડીનાં બન્ને દીંટાં કાપી છાલ ઉતારી દો. ત્યારબાદ ફોકથી આખી કાકડી પર કાણાં પાડી દો. આમ કરવાથી કડવાશ દૂર થઈ જાય છે. ધોઇને ખાઓ કાકડી. 

 

મલાઇ નીકળશે ભાખરી જેવી જાડી, ટ્રાય કરો દૂધ ઉકાળવાની આ ખાસ રીત