ગાર્લિક પાવડર / રેસિપી: માત્ર એક જ દિવસમાં ઘરે જ બનાવો ગાર્લિક પાવડર, વર્ષ સુધી સ્ટોર કરી શકશો

Try easy Garlic Powder recipe in one day to store for whole year

divyabhaskar.com

Feb 04, 2019, 06:18 PM IST

રેસિપી ડેસ્ક: ઘણી અવનવી વાનગીઓ જેમ કે, પિઝા, સેન્ડવીચ, કેટલીક ઇટાલિયન ડિશ તેમજ સિઝલરને ટેસ્ટી બનાવવા માટે ગાર્લિક પાવડરનો ઉપયોગ થાય છે. મોટાભાગે લોકો ગાર્લિક પાવડર માર્કેટમાંથી તૈયાર લાવતા હોય છે, પરંતુ એ બહુ મોંઘો પડે છે. અહીં આપેલી રેસિપીથી માત્ર એક જ દિવસમાં ગાર્લિક પાવડર બની જશે અને એક વર્ષ સુધી તેને સ્ટોર કરી શકશો.


ગાર્લિક પાવડર

સામગ્રી
પાંચ દળાં લસણ


રીત
સૌપ્રથમ લસણની કળીઓ છૂટી પાડી દો. ત્યારબાદ એક તપેલીમાં બે ગ્લાસ પાણી ઊંચા તાપે ગરમ કરવા મૂકો. પાણી ગરમ થવા લાગે એટલે ગેસ બંધ કરી અંદર લસણની કળીઓ નાખી ચમચીથી હલાવી દો. ત્યારબાદ ઢાંકીને 15 મિનિટ એમ જ રહેવા દો.

15 મિનિટમાં લસણની કળીઓ સોફ્ટ પડી જશે અને છોતરાં સરળતાથી અલગ પડવા લાગશે. પાણીને 10 મિનિટ એમજ રહેવા દો અને કળીઓ થોડી-થોડી મસળો એટલે સરળતાથી ફોલાઇ જશે. કળીઓ એક પ્લેટમાં લઈ લો. ત્યારબાદ એક બ્લેંડિંગ જાર લો અને અંદર લસણની કળીઓ લો અને એકથી બે ટેબલસ્પૂન જેટલું જ પાણી લઈ પેસ્ટ બનાવી લો. પેસ્ટ બહુ પાતળી ન હોવી જોઇએ, નહીંતર સૂકાતાં વાર લાગશે.

હવે એક પ્લેટને તેલથી ગ્રીસ કરી એના પર લસણની પેસ્ટની વડીઓ પાડી ફેલાવી દો. ત્યારબાદ તડકામાં સૂકવી દો. વડીઓ બંને બાજુથી સૂકાઇને ક્રિસ્પી બની જાય એટલે બ્લેંન્ડિંગ જારમાં લઈને પાવડર થાય ત્યાં સુધી પીસી લો.


ગાર્લિક પાવડર તૈયાર છે અને એરટાઇટ કંટેનરમાં ભરીને સ્ટોર કરી શકાય છે અને કોઇપણ સૂપ કે શાક અને બીજી વાનગીઓમાં ઉપયોગમાં લઈ શકાય છે.

X
Try easy Garlic Powder recipe in one day to store for whole year
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી