કોથમીર પાવડર / રેસિપી: આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય એવો કોથમીરનો ઈન્સ્ટન્ટ પાવડર

Try easy Coriander Powder recipe to store for whole year in 5 minutes

divyabhaskar.com

Feb 03, 2019, 05:20 PM IST

રેસિપી ડેસ્ક: શિયાળા અને ચોમાસામાં તો કોથમીર ભરપૂર મળી રહે છે, પરંતુ ઉનાળામાં કોથમીર મળવી મુશ્કેલ હોય છે, અથવા તો ખૂબજ મોંઘી હોય છે. એવી ઘણી વાનગીઓ હોય છે, જે કોથમીર વગર અધૂરી રહે. કોથમીર જ્યારે સરળતાથી સસ્તી મળતી હોય ત્યારે કોથમીરનો પાવડર બનાવીને આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય.

લીલી કોથમીરનો પાવડર

સામગ્રી
કોથમીરની ઝૂડી

રીત
- કોથમીરને પાણીથી ધોઇને ચારણીમાં નીતારી કોરી કરી દો. ત્યારબાદ પાન સાથે પાતળી-પાતળી દાંડલીઓ લઈ લો. જાડી દાંડલીઓ દૂર કરી દો. ત્યારબાદ એક પેપર બેગ લો અને બેગમાં વચ્ચે-વચ્ચે નાનાં-નાનાં કાણાં પાડી દો. ત્યારબાદ કોથમીરને બેગમાં ભરી નીચેથી પેક કરી કોઇ ગરમ જગ્યાએ લટકાવી દો. સીધા તડકામાં ન સુકવવી. કોથમીર એકદમ સુકાઇ જાય ત્યાં સુધી સુકવવું.
- કોથમીરને ઉપર-નીચે બંને જગ્યાએથી હવા મળે તેવી ખુરશી હોય તો તેના પર પાથરીને સુકવી દો.
- કોઇ કપડા પર પાથરીને ઘરમાં જ સૂકવી રાખો. સીધા તડકામાં ન સુકવવી.

કોથમીર સુકાઇ જાય ત્યારબાદ હાથથી મસળીને પાવડર બનાવી લો. તમે ઇચ્છો તો તેને મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો.


ઈન્સ્ટન્ટ પાવડર બનાવવાની રીત

કોથમીરને સાફ કરી માઇક્રોવેવપ્રૂફ પ્લેટમાં લો. ત્યારબાદ બે મિનિટ માટે માઇક્રોવેવમાં ગરમ કરો. ત્યારબાદ બહાર કાઢી તેને એકવાર ઉથલ-પાથલ કરી ફરી ત્રણ મિનિટ માટે હાઇપાવર પર માઇક્રોવેવમાં ગરમ કરો. કોથમીર એકદમ ડ્રાય થઈ જશે . ત્યારબાદ તેનો પાવડર બનાવી લો.

X
Try easy Coriander Powder recipe to store for whole year in 5 minutes
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી