તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડાપાવની સૂકી ચટણી, Try Recipe Of Vadapav Red Dry Chutney

ઘરે જ બનાવો વડાપાવની સૂકી લાલ ચટણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 

યુટિલિટિ ડેસ્ક: વડાપાવ તો બધાંને ભાવતા જ હોય છે પણ જ્યારે ઘરે બનાવવાની વાત આવે ત્યારે તેની સૂકી ચટણી બરાબર નથી બનતી આપણાથી. આજે અમે તમારા માટે લાવ્યા છીએ આ ચટણીની સ્પેશિયલ રેસિપિ.


સામગ્રી:


૧૨-૧૫ સૂકાં લાલ મરચાં
અડધો કપ સૂકા નારિયેળની ચીરીઓ
૨૦-૨૫ લસણની કળીઓ
૨ ચમચી લાલ કાશ્મીરી મરચાંનો પાવડર
સ્વાદાનુસાર મીઠું


રીત:


સૌપ્રથમ મિક્સરના જારમાં સૂકુ કોપરું અને લાલ સૂકાં મરચાંને કરકરાં પીસી લો. વધારે બારીક ન થવાં જોઇએ. ત્યારવાદ તેમાં લસણની કળીઓ, સ્વાદાનુસાર મીઠું અને બે ચમચી લાલ મરચાંનો પાવડર નાખી એક-બે વાર મિક્સર ફેરવી લેવું, જેથી ચટણીનો કલર એકદમ લાલ આવી જાય. તૈયાર છે વડાપાવની સ્પેશિયલ સૂકી ચટણી.