માત્ર 10 જ મિનિટમાં બની જશે ઈન્ટન્સ્ટ સોજી-માવા મોદક, ચઢાવો ગણેશજીને

13 સપ્ટેમ્બર, ગુરૂવારે ગણેશ ચતુર્થી છે
13 સપ્ટેમ્બર, ગુરૂવારે ગણેશ ચતુર્થી છે

divyabhaskar.com

Sep 10, 2018, 02:31 PM IST

રેસિપિ ડેસ્ક: 13 સપ્ટેમ્બર, ગુરૂવારે ગણેશ ચતુર્થી છે. બધી જગ્યાએ ગણેશ ઉત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સાથે-સાથે ગણપતિને પ્રસાદમાં શું ચઢાવવું તેનું પ્લાનિંગ પણ, આજે અમે તમારા માટે લાવ્યા છીએ માત્ર 10 જ મિનિટમાં બની જતા ઈન્ટન્સ્ટ સોજી-માવા મોદકની રેસિપિ. એકદળ સરળ રેસિપિથી બની જશે મોદક. તો નોંધી લો રેસિપિ અને તમે પણ ઘરે જ બનાવો મોદક.


ઈન્ટન્સ્ટ સોજી-માવા મોદક
સામગ્રી


જરૂર મુજબ ઘી
એક કપ સોજી
દોઢ કપ દૂધ
પાંચ બદામની કતરણ
પાંચ કાજુની કતરણ
50 ગ્રામ માવો
જરૂર મુજબ દળેલી ખાંડ


રીત


સૌપ્રથમ એક કઢાઇમાં એક ચમચી ઘી લો અને ગેસની લો ફ્લેમ પર ઘી મેલ્ટ કરો. ધીમા ગેસ પર લગભગ 3 મિનિટ સુધી શેકો. કલર બદલાય થોડો અને સુગંધ આવવા લાગે એટલે અંદર એક કપ દૂધ નાખો. સતત હલાવતા રહેવું. ધીરે-ધીરે સોજી દૂધ પી લેશે. ત્યારબાદ બીજુ અડધો કપ દૂધ ઉમેરી લો ટુ મિડિયમ ગેસ પર ચઢવતા રહો. સોજી કઢાઇમાં ચોંટે નહીં એટલે ગેસ બંધ કરી ઢાંકીને બે મિનિટ માટે સોજીને ફૂલવા મૂકી દો.


આ દરમિયાન સ્ટફિંગ બનાવી દો. એક કઢાઇમાં એક ચમચી ઘી લઈ ગેસ ચાલુ કરો. ધીમી આંચ પર ઘી ઓગળી જાય એટલે અંદર કાજુબદામની કતરણ નાખો. કાજુ-બદામ તળાઇ જાય એટલે અંદર પચાસ ગ્રામ માવો નાખો ચમચીથી બરાબર મિક્સ કરો. બે મિનિટમાં માવો સરસ ચઢી જશે. ત્યારબાદ અંદર બે ચમચી દળેલી ખાંડ એડ કરી બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી સ્ટફિંગને એક પ્લેટમાં કાઢી લો.


ત્યારબાદ હાથમાં થોડું ઘી લગાવી સોજીને મસળી લો ત્યારબાદ અંદર ચાર મોટી ચમચી દળેલી ખાંડ એડ કરી મસળીને સોફ્ટ લોટ તૈયાર કરી લો. ત્યારબાદ બન્ને હાથમાં થોડું-થોડું ઘી લગાવી લીંબુના આકાર જેવો ગોળો બનાવી એક બાઉલ જેવો આકાર આપી અંદર એક ચમચી સ્ટફિંગ ભરી બન્ને હાથથી મોદકને પેક કરી મોદકનો આકાર આપો. ત્યારબાદ ભરત-ગુંથણની સ્ટિકથી મોલ્ડના મોદક જેવા કાપા કરી શેપ આપી દો. આ જ રીતે બાકીના બધા જ મોદક બનાવી દો.

વીકેન્ડના બ્રેકફાસ્ટ માટે બનાવો ક્રિસ્પી બટાકા પૂરી, થઈ જશે બધાં ખુશ

X
13 સપ્ટેમ્બર, ગુરૂવારે ગણેશ ચતુર્થી છે13 સપ્ટેમ્બર, ગુરૂવારે ગણેશ ચતુર્થી છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી