એકવાર બનાવો ટમાટર ચોખા ચટણી, બહુ ટેસ્ટી લાગશે રોટલી, નાચોસ, ઈડલી, ઢોસા બધાજ સાથે

આ ચટણીમાં તેલનો જરા પણ ઉપયોગ નથી થયો

divyabhaskar.com | Updated - Dec 05, 2018, 01:56 PM
ચટણીને ફ્રિજમાં ચાર-પાંચ દિવસ
ચટણીને ફ્રિજમાં ચાર-પાંચ દિવસ

રેસિપિ ડેસ્ક: ટામેટાંની ચટણી તો તમે ઘણીવાર બનાવી હશે અને ખાતાં હશો, પરંતુ આજે અમે લાવ્યા છીએ એક નવી જ પ્રકારની રેસિપિ. એકવાર આ રીતે બનાવી જુઓ ટામેટાની ચટણી, રોટલી, ભાત, ઈડલી, ઢોસા, અપ્પમ, નાચોસ, વેફર બધા સાથે લાગશે એકદમ સરસ અને મન થશે વારંવાર ખાવાનું. આ ચટણીમાં તેલનો જરા પણ ઉપયોગ નથી થયો, જેથી હેલ્ધી પણ રહેશે. આ ચટણી ટમાટર ચોખા તરીકે પણ ઓળખાય છે. નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.

ટામેટાંની ચટણી
સામગ્રી

ચાર મિડિયમ સાઇઝનાં પાકાં અને થોડાં કડક ટામેટાં
એક દળું સૂકું લસણ
ત્રણ લીલાં મરચાં
સ્વાદ અનુસાર મીઠું
એક ચમચી જીરું


રીત


સૌપ્રથમ ગેસ પર જાળી મૂકો ટામેટાંને ચારેય બાજુથી શેકી લો. શેકવાથી ચટણીનો ટેસ્ટ અદભૂત આવશે. સાથે લીલાં મરચાં પણ શેકવા મૂકી દો.


લસણના દળાને પણ જાળી પર જ શેકાવા મૂકી દો. ટામેટાંને ફેરવી-ફેરવીને ચારેય બાજુ શેકી લેવાં. આ જ રીતે મરચાં અને લસણને પણ શેકી લેવાં. શેકાઇ જાત એટલે ગેસ બંધ કરી એક પ્લેટમાં કાઢી લો.


થોડાં ઠંડાં પડી જાય એટલે ટામેટાંને છોલી લો. આ જ રીતે લીલા મરચાને પણ છોલી લો અને દીંટાને કાપી લો. લસણની કળીઓને પણ છૂટી પાડી છોલી લો. ત્યારબાદ ગેસ પર તડકા પેન ગરમ કરી જીરુંને શેકી લો. અંદર ચપટી હિંગ પણ નાખી શકાય છે. ત્યારબાદ સૌપ્રથમ જીરું, લસણ અને લીલું મરચું ખાંયણી-દસ્તાથી બરાબર વાટી લો. ત્યારબાદ ટામેટાંને હાથથી મેશ કરી લો. ત્યારબાદ લસણ મરચાની પેસ્ટ ટામેટાંમાં એડ કરો અને સ્વાદ અનુસાર મીઠું નાખી બરાબર મિક્સ કરી લો. છેલ્લે ઉપર થોડી લીલી કોથમીર ભભરાવી લો.


તૈયાર છે ક્વિક, ટેસ્ટી અને ઈઝી ટામેટાં ચટણી. તમને સરસો તેલ પસંદ હોય તો છેલ્લે એક ચમચી એડ કરી શકાય છે.


- ચટણીને ફ્રિજમાં ચાર-પાંચ દિવસ સુધી રાખીને ખાઇ શકાય છે.

નહીં ખાધા હોય ક્યારેય બાજરીના આલુ મિક્સ મસાલા પરાઠા, શિયાળામાં માણો ચોક્કસથી મજા

X
ચટણીને ફ્રિજમાં ચાર-પાંચ દિવસ ચટણીને ફ્રિજમાં ચાર-પાંચ દિવસ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App