વધેલા ભાતમાંથી બનાવો ટેસ્ટી-ટેસ્ટી પૂડલા, બની જશે માત્ર 15 મિનિટમાં

ભાત ઘણીવાર વધતા હોય છે, પરંતુ રોજ-રોજ વઘારેલા ભાત ન ભાવે

divyabhaskar.com | Updated - Sep 06, 2018, 11:13 AM
સાંજનો નાસ્તો કે હળવું ડિનર પણ
સાંજનો નાસ્તો કે હળવું ડિનર પણ

રેસિપિ ડેસ્ક: દરેક ગુજરાતીના ઘરમાં બપોરે દાળ-ભાત શાક-રોટલી બનતી હોય છે. ભાત ઘણીવાર વધતા હોય છે, પરંતુ રોજ-રોજ વઘારેલા ભાત ન ભાવે. આ ભાતના પૂડલા બનાવવામાં આવે તો સાંજનો નાસ્તો કે હળવું ડિનર પણ બનાવી શકાય છે. નોંધી લો રેસિપિ અને ટ્રાય કરો ભાતના પૂડલા.

ભાતના પૂડલા
સામગ્રી


- ત્રણ કપ રાંધેલા ચોખા(ભાત)
- પા કપ ઘઉંનો લોટ
- પોણો કપ ચણાનો લોટ
- પા ટીસ્પૂન હળદર
- પા ટીસ્પૂન હિંગ
- પા ટીસ્પૂન મરચાની ભૂકી
- અડધો કપ દહીં
- બે ટીસ્પૂન બારીક કાપેલી કોથમીર
- એક ટીસ્પૂન તેલ
- મીઠું સ્વાદ પ્રમાણે
- તેલ


રીત


ભાતને હલકા મસળવા. તેમાં ઘઉંનો લોટ, ચણાનો લોટ, હળદર, હિંગ, મરચાની ભૂકી, દહીં, કોથમીર, તેલ અને મીઠું નાંખવાં અને જોઈએ તેટલું પાણી નાંખી નરમ કણક બાંધવી. કણકમાંથી ૧૦ એકસરખા લૂઆ કરવા. એક લૂઆને એક કપડાના ટુકડા પર મૂકવો. પછી ભીના હાથે દબાવી ગોળાકાર બનાવવો. કપડાના ટુકડાને ઉઠાવીને એક ગરમ નોનસ્ટિક તવા પર પૂડલાને ઊંધો કરીને નાંખવો. થોડું તેલ લઈને બંને બાજુથી પકાવવું જ્યાં સુધી પૂડલો બ્રાઉન રંગનો ન થઈ જાય. બાકીના લૂઆમાંથી પણ આ જ રીત પ્રમાણે પૂડલા બનાવવા.

એનીટાઇમ ભૂખ માટે બનાવો ચનાચૂર, બંગાળમાં ફેમસ છે સ્ટ્રીટફૂડ તરીકે

X
સાંજનો નાસ્તો કે હળવું ડિનર પણસાંજનો નાસ્તો કે હળવું ડિનર પણ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App