Divya Bhaskar

Home » Recipes » Quick Recipes » Try delicious and yummy recipe of Panjari for Janmashtami Prasad for Janmastami

જન્માષ્ટમી પર કાનુડાને ધરાવવા ઘરે જ બનાવો પંજરી

Divyabhaskar.com | Updated - Aug 31, 2018, 10:00 AM

પંજરી ભાવતી તો બધાંને હોય છે, પરંતુ બધાંને ઘરે બનાવતાં નથી આવડતી

  • Try delicious and yummy recipe of Panjari for Janmashtami Prasad for Janmastami
    જન્માષ્ટમીએ તમે પણ ઘરે જ પંજરી બનાવી ધરાવો કાનુડાને

    રેસિપિ ડેસ્ક: જન્માષ્ટમી પર કાનુડાને પંજરી જરૂર ધરાવવામાં આવે છે. પંજરી ભાવતી તો બધાંને હોય છે, પરંતુ બધાંને ઘરે બનાવતાં નથી આવડતી. પંજરી બનાવવાની રીત ખૂબજ સરળ છે. નોંધી લો રેસિપિ અને આ જન્માષ્ટમીએ તમે પણ ઘરે જ પંજરી બનાવી ધરાવો કાનુડાને.


    પંજરી
    સામગ્રી


    3 ટેબલસ્પૂન ઘી
    અડધાથી વધુ કપ સૂકા ધાણા
    અડધાથી થોડો વધુ કપ મખાના
    4 ચમચી બુરુ ખાંડ (ટેસ્ટ મુજબ)
    100 ગ્રામ કોપરાનુ છીણ
    4-5 વાટેલી ઈલાયચી
    100 ગ્રામ સૂકામેવાની કતરણ
    તુલસી


    રીત


    સૌપ્રથમ કડાઇમાં ઘી લઈ સૂકા ધાણા શેકી લો. ધાણા શેકાઇ જાય એટલે પ્લેટમાં કાઢી લો અને એ જ ઘીમાં મખાના શેકી લો. મખાના શેકાઇ જાય એટલે એ જ ઘીમાં ડ્રાયફ્રુટની કતરણ અને કોપરાનું છીણ પણ શેકી લો.


    હવે મિક્સરના જારમાં સૂકા ધાણા લો. ત્યારબાદ અંદર અડધા મખાના અને અડધાં ડ્રાયફ્રુટ્સ લઈ ક્રશ કરી લો. ત્યારબાદ અંદર બુરુ ખાંડ ઉમેરી બરાબર ક્રશ કરી લો. બુરુ ખાંડને સ્વાદ અનુસાર વધઘટ કરી શકાય છે. ત્યારબાદ બાકીના મખાનાને વધેલી ડ્રાયફ્રુટ્સની કતરણમાં હાથથી મસળી લો. ત્યારબાદ આ બધુ જ ક્રશ કરેલ પંજરી પર ભભરાવો. ઉપર તુલસીનાં પાન મૂકી ધરાવો કાનુડાને.

    બાળકોના નાસ્તા માટે બનાવો ખસ્તા શક્કરપારા, ચાલશે બે મહિના સુધી

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Recipes

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending