Divya Bhaskar

Home » Recipes » Quick Recipes » Try delicious and Yummy recipe of Gopalkala for Janmashtami prasad

જન્માષ્ટમી પર કાનુડાને ધરાવવા બનાવો ગોપાલકલા, બની જશે માત્ર 20 મિનિટમાં

Divyabhaskar.com | Updated - Aug 31, 2018, 10:00 AM

જન્માષ્ટમી પર કાનુડાના જન્મને વધાવવાનો ઉત્સાહ જ અગલ હોય છે

  • Try delicious and Yummy recipe of Gopalkala for Janmashtami prasad
    આજે અમે તમારા માટે લાવ્યા છીએ ગોપાલકલાની રેસિપિ

    રેસિપિ ડેસ્ક: જન્માષ્ટમી પર કાનુડાના જન્મને વધાવવાનો ઉત્સાહ જ અગલ હોય છે. આ માટે બધાં અવનવી વાનગીઓ બનાવતા હોય છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ ગોપાલકલાની રેસિપિ. બની જશે માત્ર 20 મિનિટમાં. નોંધી લો રેસિપિ અને તમે પણ બનાવી ધરાવો કાનુડાને.

    ગોપાલકલા
    સામગ્રી


    -2 કપ નારિયેળનું છીણ
    -1 કપ પૌંઆ
    -3 ટેબલ સ્પૂન ખાંડ
    -1 કપ દહીં
    -1 નંગ કાકડી સમારેલી
    -1 ઈંચના આદુંના ટુકડાની છીણ
    -4 નંગ લીલા મરચાં સમારેલા
    -1 ટી સ્પૂન જીરૂં
    -1 ટેબલ સ્પૂન ઘી
    -1 ચપટી મીઠું

    રીત

    સૌપ્રથમ પૌંઆને 10 થી 15 મિનિટ માટે પલાળી લો. ત્યારબાદ તેને નીતારી લો. એ વાતનું ધ્યાન રાખવું કે વધારે સમય માટે ના પલાળવા. હવે તેને એક મોટા મિક્ષિંગ બાઉલમાં લઈ લો. હવે તેમાં દહીં, ખાંડ અને નાળિયેર ઉમેરો. છેલ્લે ટોચ પર કાકડી ઉમેરો. હવે આ બધી જ સામગ્રીને બરાબર રીતે મિક્ષ કરી લો. જો તમે ઈચ્છો તો એક ચપટી મીઠું ઉમેરી શકો છો. હવે એક નોન સ્ટિક પેનમાં ઘી ગરમ કરો. હવે આ ઘીને તૈયાર કરેલા ગોપાલકલા પર રેડી દો. તૈયાર છે સ્વાદિષ્ટ ગોપલકલા. જે જન્માષ્ટમી માટે એક પરફેક્ટ ડિશ છે.

    અદ્દલ આગ્રા જેવી જ બેડાઇ પૂરી બનાવો ઘરે, વીકેન્ડમાં ફેમિલી થઈ જશે ફિદા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Recipes

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending