Divya Bhaskar

Home » Recipes » Quick Recipes » Try delicious and Yummy recipe of Dry Coconut chutney to store for 2-3 months

બનાવો સૂકા નારિયેળની ચટણી, 2-3 મહિના સાથે મહિના સુધી મજા માણી સકશો થેપલા-પરાઠા સાથે

Divyabhaskar.com | Updated - Jul 31, 2018, 12:15 PM

રોજ-રોજ ચટણી બનાવાનો સમય તો બધા પાસે હોય નહીં

  • Try delicious and Yummy recipe of Dry Coconut chutney to store for 2-3 months
    ચટણી વગર લગભગ બધાં જ ફરસાણ અધૂરાં ગણાય છે

    રેસિપિ ડેસ્ક: ચટણી વગર લગભગ બધાં જ ફરસાણ અધૂરાં ગણાય છે. ઉપરાંત થેપલા-પરોઠા વગેરે સાથે પણ ચટણી ખાવામાં આવે છે. રોજ-રોજ ચટણી બનાવાનો સમય તો બધા પાસે હોય નહીં, એટલે કેટલીક એવી પણ ડ્રાય ચટણીઓ હોય છે, જેને બનાવી 2-3 મહિના સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકાય છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ આવી જ સૂકા નારિયેળની ચટણી. નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.

    સૂકા નારિયેળની ચટણી
    સામગ્રી


    અડધો કપ સીંગદાણા
    અડધો કપ સૂકા કોપરાની કતરણ
    10-15 લસણની કળીઓ
    બે સૂકાં લાલ મરચાં
    એક ટેબલસ્પૂન મિઠું

    રીત


    સૌપ્રથમ સીંગદાણાને મધ્યમ આંચે શેકી લો. સીંગદાણાનાં છોતરાં છૂટાં પડવા લાગે એટલે ગેસ બંધ કરી બધાં જ છોતરાં છૂટાં પાડી દો.


    હવે મિક્સરના ઝારમાં સીંગદાણા, કોપરું, લસણ, લાલ મરચાં (ટુકડા કરી) અને મિઠું નાખી બરાબર ક્રશ કરી લો. વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું, જેથી ઝારમાં ચોંટી ન જાય.


    તૈયાર છે ડ્રાય કોકોનટ ચટણી. પરાઠા, ખાખરા, થેપલા, કે રોટલી સાથે બહુ ટેસ્ટી લાગશે. ઉપરાંત એરટાઇટ ડબ્બામાં ભરી ફ્રિજમાં તેને 2-3 મહિના સુધી સ્ટોર પણ કરી શકાય છે.

    અલૂણાં અને ઉપવાસ માટે બનાવો ઘી વગર માત્ર 10 મિનિટમાં બનતો કોપરાપાક

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Recipes

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending