શિયાળામાં આઇસ્ક્રિમ ખાવાની છે એક અલગ જ મજા, બની જશે માત્ર 10 જ મિનિટમાં

ઘણીવાર એવું બનતું હોય છે કે, ઘરમાં આઇસ્ક્રિમ ન હોય અને બાળકો આઇસ્ક્રિમ માંગે

divyabhaskar.com | Updated - Dec 07, 2018, 03:55 PM
આઇસ્ક્રીમને બાઉલમાં કાઢી ડ્ર
આઇસ્ક્રીમને બાઉલમાં કાઢી ડ્ર

રેસિપિ ડેસ્ક: ઘણીવાર એવું બનતું હોય છે કે, ઘરમાં આઇસ્ક્રિમ ન હોય અને બાળકો આઇસ્ક્રિમ માંગે. શિયાળામાં તો આવું ઘણીવાર બનતું હોય છે. આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે માત્ર 10 જ મિનિટમાં જામીને પણ તૈયાર થઈ જાય એવા હેલ્ધી આઇસ્ક્રિમની રેસિપિ. નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.


ક્વિક આઇસ્ક્રિમ
સામગ્રી


150 ગ્રામ ફૂલ ફેટ ક્રીમ
150 મીલી ફૂલ ફેટ દૂધ
3 ચમચી ખાંડ
ડ્રાયફ્રુટ્સની કતરણ
ત્રણ ચમચી મીઠું
અડધી ચમચી વેનિલા એસેન્સ
બે જિપલૉક પ્લાસ્ટિક બેગ
એક મોટો બાઉલ આઇસ ક્યુબ


રીત


સૌપ્રથમ એક મોટા બાઉલમાં ક્રિમ, દૂધ અને ખાંડ લઈ બરાબર મિક્સ કરો. પછી અંદર વેનિલા એસેન્સ એડ કરી બરાબર મિક્સ કરી દો. હવે એક જિપલૉક બેગ લો. અંદર દૂધનું મિશ્રણ ભરી પેક કરી દો. ત્યારબાદ બીજી એક મોટી જિપલૉક બેગમાં બરફના અડધા ટુકડા ભરો. ત્યારબાદ અંદર બે ચમચી મીઠું નાખો. ત્યારબાદ ઉપર દૂધ વાળી બેગ મૂકો. ત્યારબાદ ઉપર બરફના ટુકડા ભરી વધેલું મીઠું નાખી લો અને જિપલૉકને બંધ કરી દો. હવે આ બેગને કોઇપણ જાડા ટૉવેલમાં સરખી રીતે વીંટી લો. ત્યારબાદ 5-7 મિનિટ સુધી બરાબર હલાવતા રહો. ત્યારબાદ દૂધવાળા પેકેટને જિપલૉકમાંથી બહાર કાઢો. આઇસક્રીમ જામી ગયો હશે.


આઇસ્ક્રીમને બાઉલમાં કાઢી ડ્રાયફ્રુટ્સથી સજાવી સર્વ કરો.

બાળકોને લંચબોક્સમાં આપવા બનાવો ફૂલવડી, હેલ્ધી રહેશે અને બજારના નાસ્તા કરતાં સસ્તી પણ પડશે

X
આઇસ્ક્રીમને બાઉલમાં કાઢી ડ્રઆઇસ્ક્રીમને બાઉલમાં કાઢી ડ્ર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App