Corn Pakoda / શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમાગરમ ચા સાથે મળી જાય મકાઇનાં ભજીયાં તો મોજ પડી જાય

ટેસ્ટમાં ચેન્જ મળશે અને શિયાળાની સવાર પણ સુધરી જશે
ટેસ્ટમાં ચેન્જ મળશે અને શિયાળાની સવાર પણ સુધરી જશે

divyabhaskar.com

Dec 25, 2018, 02:19 PM IST

રેસિપિ ડેસ્ક: શિયાળામાં ચા સાથે ગરમાગરમ ભજીયાં ખાવાની મજા જ અલગ છે. ઉપરાંત અત્યારે તો માર્કેટમાં મકાઇ પણ બહુ સારી આવે છે, એટલે ડુંગળી, બટાકાં કે મેથીનાં ભજીયાં ખાઇને કંટાળ્યા હોય તો મકાઇનાં ભજીયાં પણ ટ્રાય કરી શકો છો. ટેસ્ટમાં ચેન્જ મળશે અને શિયાળાની સવાર પણ સુધરી જશે. નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.

મકાઇના ભજીયાં
સામગ્રી

500 ગ્રામ મકાઈ
ચાર-પાંચ મરચા
બે ચમચી ચણાનો અથવા ઘઉંનો કકરો લોટ
મીઠું સ્વાદ મુજબ
એક ચમચી હળદર
એક ચમચી અજમો
એક ચમચી જીરું
ધાણાં સમારેલા વગેરે
તેલ તળવાં માટે

રીત

મકાઈને સાફ કરી ધોઈ લો. હવે તેને છીણી લો. દાણા છીણાઈ જાય કે આ પેસ્ટમાં બે ચમચી ચણાનો અથવા કકરો લોટ નાખીને સારી રીતે હલાવો. હવે આમાં ઉપર બતાવેલ બાકી બધો મસાલો નાખીને હલાવો. કઢાઈમાં તેલને ખૂબ તપાવો, એક ચમચી તેલ ભજીયાના ખીરામાં નાખી હલાવો, હવે આ ખીરાં વડે મધ્યમ આકારના ભજીયા બનાવી તળી લો.

X
ટેસ્ટમાં ચેન્જ મળશે અને શિયાળાની સવાર પણ સુધરી જશેટેસ્ટમાં ચેન્જ મળશે અને શિયાળાની સવાર પણ સુધરી જશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી